મરાઠા સમાજ સવર્ણ છે, પછાત નથી, જેમની પાસે રેકોર્ડ નથી તેમને માટે રસ્તો શોધવામાં આવી રહ્યો છે: ભુજબળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હું કેબિનેટની બેઠકમાં કહેતો રહ્યો છું કે તેઓ (રાજ્ય સરકાર) મરાઠા સમાજને જે આપે છે તે અમને આપો, એવા શબ્દોમાં રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે ઓબીસી સમાજ સાથે થઈ રહેલા અન્યાયની વાત કરતાં કહ્યું હતું કે ‘તમે તમારા પોતાના કાયદા તોડી રહ્યા છો, શું આને સમાન ન્યાય કહેવાય? સરકારે કોઈના દબાણ હેઠળ કામ ન કરવું જોઈએ.
અમે શપથ લઈએ છીએ કે અમે કોઈના દબાણ હેઠળ કામ કરીશું નહીં અને કોઈના પર પક્ષપાત કરીશું નહીં. જેમ આજે શિક્ષણમાં ઓબીસીને અડધી ફી માફી મળી રહી છે, તેવી જ રીતે મરાઠા સમાજને પણ તે જ મળી રહ્યું છે.
સારથી સંસ્થા અને અન્નાસાહેબ પાટિલ મહામંડળ દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે. મરાઠા સમાજ પછાત સમાજ નથી, તે એક સવર્ણ સમાજ છે. તેમને મરાઠા કે કુણબી મરાઠા તરીકે ઓબીસીમાં સમાવી શકાય નહીં.
છગન ભુજબળે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે સરકારે બીજી સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલો જીઆર તાત્કાલિક રદ કરવો જોઈએ. નહીં તો રાજ્યમાં અરાજકતા ફેલાવાની શક્યતા છે. તેમણે રાજ્ય સરકારને 17 સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘સગા’ અને ‘સંબંધી’ વચ્ચે તફાવત છે. ઉપરાંત, ‘કુળ’ શબ્દની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી.
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે તેમણે કોઈપણ દબાણ હેઠળ આવીને મરાઠા સમાજને ઓબીસીનો લાભ આપવાનો નિર્ણય લેવો જોઈએ નહીં.
આત્મહત્યા ન કરવાની અપીલ
લાતુરમાં ઓબીસી યુવાનની આત્મહત્યાનો ઉલ્લેખ કરતાં, ભુજબળે સમુદાયના યુવાનોને આત્મહત્યા ન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું હતું કે, ‘અમે કાયદા સાથે લડી રહ્યા છીએ અને શાંતિપૂર્ણ રીતે રસ્તો કાઢી રહ્યા છીએ, હિંમત ન હારશો.’
રાજકીય દબાણને આધારે સામાજિક પછાતપણું નક્કી કરી શકાતું નથી
રાજકીય દબાણને કારણે સામાજિક પછાતપણું નક્કી કરી શકાતું નથી. તેઓ રાજકીય રીતે શક્તિશાળી હોવાથી તેમને પછાત શ્રેણીમાં સમાવી શકાતા નથી, એમ ભુજબળે કહ્યું હતું.
શિંદે સમિતિએ આવીને થોડા લાખ દસ્તાવેજો શોધ્યા. તેમણે કુણબી પ્રમાણપત્રો આપ્યા. બે વર્ષથી સમિતિ હૈદરાબાદ, તેલંગણામાં કુણબી રેકોર્ડ શોધી રહી છે. હવે, જે લોકો તેમાં સામેલ નથી તેમના માટે એક રસ્તો શોધી કાઢવામાં આવી રહ્યો છે, એવી ટીકા ભુજબળે કરી હતી.
આપણ વાંચો: મરાઠા સમાજનું આંદોલન કે પર્યટન…
મરાઠા સમુદાયને બજેટમાં 602.44 કરોડ રૂપિયા મળ્યા
આ વર્ષે મરાઠા સમુદાયને બજેટમાં 602.44 કરોડ રૂપિયા મળ્યા છે. દરમિયાન, ગયા વર્ષથી મહાજ્યોતિના પૈસા અટવાયેલા છે, એમ ભુજબળે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે દર વર્ષે એવું થઈ રહ્યું છે કે 895 કરોડ રૂપિયા માગવામાં આવ્યા હતા, ફક્ત 267 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, 60 ટકા પૈસા કાપી નાખવામાં આવ્યા હતા. અમે ગઈકાલે નાણા સચિવને આ અંગે પૂછ્યું હતું. મારો ઝઘડો મુખ્ય પ્રધાન કે અન્ય કોઈ પ્રધાન સાથે નથી. ભુજબળે એમ પણ કહ્યું હતું કે મારે મુખ્ય પ્રધાન સાથે અબોલા નથી.
પછાત વર્ગનું પ્રમાણપત્ર ખોટી રીતે મેળવવું એ દુર્ભાગ્યપૂર્ણ
હું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું સન્માન કરું છું, તેમનો ઈરાદો સારો હોઈ શકે છે, તેઓ એક અભ્યાસુ વ્યક્તિ છે. પરંતુ જે રીતે (જીઆરનું) ડ્રાફ્ટિંગ કરવામાં આવ્યું છે, અમે વિદ્વાનો સાથે વાત કરી છે, તેમણે કહ્યું છે કે આ સમસ્યારૂપ બન્યું છે.
પહેલો જીઆર એ હતો કે મરાઠા સમુદાયના પાત્ર વ્યક્તિઓને કુણબી પ્રમાણપત્ર આપવા, પછી મનોજ જરાંગે કહ્યું એટલે પાત્ર શબ્દ કાઢી નાખવામાં આવ્યો. આમાં શું સમજવું? એવો સવાલ ભુજબળે કર્યો હતો.
ત્રણ કમિશને તેને (પછાતનો દાવો) નકારી કાઢ્યો છે. પંચાવન વર્ષથી એવું કહેવામાં આવી રહ્યું છે. મરાઠા સમુદાયના ઘણા મુખ્ય પ્રધાનો થઈ ગયા અને તેમાંથી કેટલાક કેન્દ્રમાં પણ પ્રધાનપદું ભોગવ્યું છે, પરંતુ તેઓ આવું કરી શક્યા નથી એવું કહેવાઈ રહ્યું છે એમ જણાવતાં ભુજબળે કહ્યું હતું કે પછાત વર્ગના પ્રમાણપત્રો ખોટી રીતે મેળવવામાં આવે છે તે અત્યંત કમનસીબ છે.
આપણ વાંચો: મરાઠા સમાજના વિરોધને ધ્યાનમાં રાખીને ધાર્મિક નેતાએ કિર્તન કાર્યક્રમ રદ કર્યો
હું ફડણવીસનો આદર કરું છું, પણ: છગન ભુજબળ
નાસિકમાં એક પત્રકાર પરિષદમાં છગન ભુજબળે કહ્યું હતું કે હું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આદર કરું છું. તેમના ઇરાદા સારા હોઈ શકે છે, તેમણે અભ્યાસ કર્યો છે, પરંતુ જે રીતે ડ્રાફિ્ંટગ કરવામાં આવ્યું છે. તે સમસ્યારૂપ બન્યું છે. તેમણે કહ્યું હતું કે સગા અને સગપણ વચ્ચે શું તફાવત છે. સગપણ શું છે? એવો સવાલ તેમણે કર્યો હતો.
મરાઠા સમુદાય પછાત સમુદાય નથી
કેટલાક કમિશને કહ્યું છે કે મરાઠા સમુદાયને આવા પ્રમાણપત્રો આપી શકાતા નથી. કોર્ટે અવલોકન કર્યું છે કે મરાઠા સમુદાય પછાત સમુદાય નથી, તે એક વિકસિત સમુદાય છે. તેઓ મરાઠા કે કુણબી મરાઠા તરીકે પણ આવી શકતા નથી. 3 કમિશને આને નકારી કાઢ્યું છે. 1955 થી એવું કહેવામાં આવી રહ્યું છે. કોર્ટનું અવલોકન વાંચીને તેમણે કહ્યું હતું કે પછાત વર્ગના પ્રમાણપત્રો ખોટા માધ્યમથી મેળવવામાં આવે છે.
જીઆર પાછો ખેંચો, નહીંતર
છગન ભુજબળે વધુમાં કહ્યું કે અમે સરકારને પત્ર આપ્યો છે. નિર્ણય લેતા પહેલા, જીઆર બીજી સપ્ટેમ્બરે જારી કરવામાં આવ્યો હતો, તે મીડિયા અને એક સમુદાયના દબાણ હેઠળ જારી કરવામાં આવ્યો હતો.
વાંધો નોંધાવ્યા વિના કે સૂચનો માંગ્યા વિના નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે પહેલાથી જ 10 ટકા અનામત આપી દીધી છે. તેથી, મરાઠા સમુદાયને ફરીથી ઓબીસીમાં સમાવવાનું ગેરકાયદે છે. સરકારી નિર્ણય મૂંઝવણભર્યો છે. શિંદે સમિતિએ 47 હજાર 845 રેકોર્ડનો અભ્યાસ કર્યા પછી 2 લાખ 39 હજાર જાતિ પ્રમાણપત્રો આપ્યા છે.
સરકારે અગાઉ સંબંધની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે. પરંતુ તેમાં તેનો ઉલ્લેખ નથી. કુળ શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં ક્યાંય પણ સંબંધી નથી. ફક્ત સોગંદનામાને આધારે અનામત આપી શકાતી નથી. આ જીઆર તણાવ પેદા કરી શકે છે. તેમણે એવી પણ માંગણી કરી છે કે જીઆરમાં રહેલી અસ્પષ્ટતા દૂર કરવી જોઈએ અથવા જીઆર પાછો ખેંચવો જોઈએ.
આ દેશમાં કોઈ લોકશાહી છે, કોઈ જરાંગેશાહી નથી
જો કોઈ કહે કે ચાલો ફરીથી રસ્તા પર ઉતરીએ, તો ઓબીસી સમુદાય પણ ગ્રામીણ સ્તરે કૂચ કાઢી રહ્યો છે. તેઓ ભેગા થઈ શકે છે. આ દેશમાં લોકશાહી છે. જાતિવાદ હજુ આવવાનો બાકી છે. તે બીજા દેશોમાં ચાલી રહ્યું છે, પરંતુ આપણી પાસે બાબાસાહેબ આંબેડકરનું બંધારણ છે. તેથી, છગન ભુજબળે મનોજ જરાંગે પાટિલ પર નિશાન સાધતા કહ્યું કે જરાંગેશાહી અહીં નહીં ચાલે.