આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગૂડ ન્યૂઝઃ મધ્ય રેલવે ‘આ’ કારણસર દોડાવશે Special Night Suburban Trains

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ૨૦મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી (Assembly Election) માટે મતદાન યોજવામાં આવશે ત્યારે તેને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણીના કામકાજ કરનારા અધિકારીઓ, કર્મચારીઓ અને મતદારોની સુવિધા માટે વિશેષ નાઈટ લોકલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. મધ્ય રેલવે ૧૯-૨૦ નવેમ્બર ૨૦૨૪ (મંગળવાર-બુધવારની રાતે) અને ૨૦-૨૧ નવેમ્બર ૨૦૨૪ (બુધવાર-ગુરુવારની રાતે) વચ્ચે વિશેષ લોકલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે.

મધ્ય રેલવેએ આ નિર્ણય મતદારોને મતદાન મથકો સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને તેમની ફરજ પર સમયસર પહોંચવાની સુવિધા માટે લેવામાં આવ્યો હોવાનું મધ્ય રેલવેએ જણાવ્યું છે.

મધ્ય રેલવેમાં વિશેષ ટ્રેનો મુંબઈની મુખ્ય લાઇન (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ) અને હાર્બર લાઇન (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ) પર દોડશે. રાત્રે વધુ સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવશે, જેથી મતદારો અને ચૂંટણી કર્મચારીઓ તેમના કામ માટે સરળતાથી મુસાફરી કરી શકે. આ વિશેષ લોકલ ટ્રેનો મતદારો અને ચૂંટણીના અધિકારીઓ માટે મોટી સુવિધા સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : ….તો નવી મુંબઈ એરપોર્ટ ફક્ત 17 મિનિટમાં પહોંચાશે

આ સમયગાળા દરમિયાન રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને સ્થાનિક પોલીસ દ્વારા ટ્રેન સેવાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે, તેથી સુરક્ષા દળો દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવશે.

મધ્ય રેલવેનું આ પગલું ચૂંટણી સમયે લોકોને મોટી સુવિધાજનક સાબિત થશે, કારણ કે મતદારો અને ચૂંટણી કર્મચારીઓને તેમના મતદાન મથકો પર સમયસર પહોંચવામાં મદદ કરશે. રેલવેનો આ નિર્ણય ખાસ કરીને એવા વિસ્તારોમાં મહત્વપૂર્ણ રહેશે જ્યાં પરિવહનના અન્ય વિકલ્પો મર્યાદિત છે. વિશેષ ઉપનગરીય ટ્રેન સેવાઓ ન માત્ર મતદાન પ્રક્રિયાને સરળ બનાવશે પરંતુ ચૂંટણીના કામમાં રોકાયેલા કર્મચારીઓને પણ રાહત આપશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker