આમચી મુંબઈટોપ ન્યૂઝ

Central Railway’s 63-hour block:વખાણેલી ખિચડી દાઢે વળગીઃ શનિવારે રડી પડી મધ્ય રેલવે, પ્રવાસીઓ રઝળી પડ્યા

  • રેલવેનું Missmanagement, હોલીડે શેડ્યુલ પ્રમાણે દોડી ટ્રેનો

    મુંબઈઃ મધ્ય રેલવે (Central Railway) પર થાણે ખાતે હાથ ધરવામાં આવેલા 63 કલાક (Thane 63 Hours Mega Block) અને સીએસએમટી ખાતેના 36 કલાકના બ્લોક (CSMT 36 Hours Mega Block)ના હજી થોડાક કલાકો બાકી છે ત્યારે શનિવારે મધ્ય રેલવે પર પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે મધ્ય રેલવે પર 500થી વધુ લોકલ ટ્રેનો કેન્સલ કરવામાં આવી હતી, જેને કારણે ટ્રેનોમાં ભીડ જોવા મળી હતી. દિવા સ્ટેશન પર સવારે ધસારાના સમયે લોકલ ટ્રેનોના દરવાજા બંધ થતાં જ પ્રવાસીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

    ધસારાના સમયે રેલવે સ્ટેશનો પર ભીડ
    મધ્ય રેલવે દ્વારા ગઈકાલથી બીજી જૂન સુધી એમ ત્રણ દિવસ માટે થાણે અને સીએસએમટી સ્ટેશન પર મહત્ત્વના કામકાજ હાથ ધરવામાં આવ્યા હોવાને કારણે ટ્રેનોના ધાંધિયા જોવા મળી રહ્યા છે. ગઈકાલના અનુભવ બાદ આજે પણ મુંબઈગરા ઘરની બહાર નહીં નીકળે એવી અપેક્ષા સેવાઈ રહી હતી, પરંતુ રેલવે સ્ટેશન પર એનાથી વિપરીત દ્રશ્ય જોવા મળ્યું હતું. બ્લોકને કારણે થાણે સહિતના અન્ય સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.

    દિવામાં લોકલ ટ્રેનના દરવાજા બંધ કરાતા રોષે ભરાયા પ્રવાસીઓ
    શનિવારે સવારના સમયે જ દિવા સ્ટેશન પર સીએસએમટી જઈ રહેલી લોકલ ટ્રેનમાં પહેલાંથી જ ભીડ હતી અને આવી પરિસ્થિતિમાં દિવા આવતા જ લોકલ ટ્રેનના દરવાજા પણ બંધ કરવામાં આવ્યા હતા. આને કારણે સ્ટેશન પર પર રહેલાં પ્રવાસીઓએ ટ્રેનમાં ચઢવા માટે લોકલ ટ્રેનના દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો અને બબાલ થઈ હોવાની ફરિયાદ પણ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી હતી.

    અમે તો પહેલાંથી જ કહ્યું હતું, રેલવેએ આલાપ્યો જૂનો રાગ
    મધ્ય રેલવેના જનરલ મેનેજર રામ કરન યાદવ (Central Railway’s Genral Manager Ram Karan Yadav) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સીએસએમટી અને થાણે વચ્ચે હાથ ધરાયેલા બ્લોક (Block Between Thane And CSMT Railway Station)ના સમયે ટ્રેનોમાં ભીડ ના થાય એ માટે પ્રવાસીઓએ જરૂર હોય તો જ ટ્રેનમાં પ્રવાસ કરવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ મુંબઈગરા માન્યા નહીં અને બ્લોકના સમયમાં પણ બહાર નીકળી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બ્લોકને કારણે આજે 534 ટ્રેનો અને 37 લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવે દ્વારા શનિવારે અને રવિવારે હોલીડે ટાઈમટેબલ પ્રમાણે ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો