મધ્ય રેલવેએ બચાવ્યું હજારો લિટર ડીઝલ
હવે ડીઝલ ડેપોનાં ચક્કર નથી લગાવવાં પડતાં
મુંબઈ: મધ્ય રેલવે દ્વારા છેલ્લા અનેક સમયથી સતત પ્રયોગ કરીને જૂની સિસ્ટમને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આનું એક ઉદાહરણ દીવા સ્ટેશન છે, જ્યાં 17મી ઓગસ્ટ, 2023થી કોઇ અકસ્માત નથી થયો. જોકે આ સ્ટેશન પર દર મહિને પાંચ જણનાં મોત ટે્રક ક્રોસ કરવાને કારણે થતાં હતાં. અહીં એફઓબીથી અપ-ડાઉન દિશામાં એસ્કેલેટર્સ લગાવીને અકસ્માતોની ઘટનાને રોકી દેવામાં આવી હતી. અકસ્માતો પર અંકુશ લગાવ્યા બાદ હવે પર્યાવરણ અનુકૂલ યોજનાઓ બનાવીને સમયની પણ બચત કરવામાં આવી રહી છે. પેટ્રોલિયમ કંપનીઓ સાથે હાથ મિલાવીને ડિવિઝન હજારો લિટર ડીઝલ અને દરરોજના અમુક કલાકોની બચત કરી
રહી છે.
ટે્રક પર સમારકામ કરતા ટાવર વેગન જેવાં વાહન ડીઝલ પર ચાલે છે. એવું એટલા માટે થાય છે, કેમ કે વીજળી પૂરી પાડતા વાયરોને ઠીક કરવા માટે જે સેક્શનમાં ખરાબી હોય, ત્યાં પાવર કટ કરીને ટાવર વેગનને મોકલવામાં આવે છે. વીજળી નહીં હોવાને કારણે વેગન ડીઝલથી ઓપરેટ થાય છે. આ વેગનને ડીઝલ રિફિલિંગ માટે અત્યાર સુધી કલ્યાણ, કુર્લા અને સીએસએમટી સુધી આવવું પડતું હતું. જો કોઇ વેગનને અઢી હજાર લિટરની જરૂર હોય તો આવવા-જવામાં અંદાજે 250 લિટર ડીઝલનો વપરાશ થઇ જતો હતો. હવે મધ્ય રેલવે મુંબઈ ડિવિઝને પેટ્રોલિયમ કંપનીઓ સાથે કરાર કરીને ઓન ધ સ્પોટ ડીઝલ ડિસ્પેન્સર મોકલવાની શરૂઆત કરી છે. આનાથી મહિના આખામાં હજારો લિટર ડીઝલની બચત તો થશે સાથે સાથે સમયની પણ બચત થશે. ઉ