મુંબઈ લોકલમાં પ્રવાસ કરનારા સિનીયર સિટીઝન્સ માટે ગૂડ ન્યુઝ, હવે ટ્રેનમાં…

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. જો આ લાઈફલાઈન થંભી જાય તો મુંબઈ થંભી જાય. રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા વધારવા માટે દર થોડા સમયે તેમાં કોઈને કોઈ ફેરફાર કે નવી નવી યોજનાની જાહેરાત કરવામાં આવે છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા સિનિયર સિટીઝન્સ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મધ્ય રેલવે દ્વારા મુંબઈ લોકલમાં પ્રવાસ કરનારા વરિષ્ઠ નાગરિકો માટે એક અલગ કોચની જોગવાઈ રહી છે. આ કોચમાં સિનિયર સિટીઝન્સની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે લોકલ ટ્રેનમાં સિનિયર સિટીઝન્સ માટે એક અલગ કોચ હશે. અત્યાર સુધી રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે અમુક કોચમાં રિઝર્વ સીટની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ હવે અલગ કોચ મળતા સિનિયર સિટીઝન્સનો પ્રવાસ વધુ આરામદાયક બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે. આ વરિષ્ઠ નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ પણ વાંચો: સિનીયર સિટીઝન્સને મોદી સરકારની ભેટ, 70 વર્ષથી વધુ ઉંમરના દરેકને આ યોજનનો લાભ મળશે
આ કોચમાં આરામદાયક બેઠકવ્યવસ્થા, સિક્યોરિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મધ્ય રેલવે દ્વારા ગુરુવારે બપોરે 3.45 કલાકે સીએસએમટીથી ડોંબીવલી માટે રવાના થતી લોકલમાં આ કોચ લોન્ચ કર્યું હતું. આવનારા સમયમાં રેલવેની આ પહેલ વરિષ્ઠ નાગરિકોની મુસાફરીને આનંદદાયક બનાવશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.
માટુંગા વર્કશોપની ટીમ રેલવે બોર્ડના આદેશો પર ઝડપી અમલ કરતાં મુંબઈ તરફથી છઠ્ઠા કોચના લગેજ કોચને સંપૂર્ણપણે વરિષ્ઠ નાગરિકો માટે ડિઝાઈન કર્યો હતો. આ નવો કોચ માત્ર પીક અવર્સમાં સિનિયર સિટીઝનને ચઢવા-ઉતરવામાં પડતી મુશ્કેલી ઉકેલશે, પણ તેમના પ્રવાસને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવશે.
આ પણ વાંચો: આ પાંચ બેંક સિનીયર સિટીઝનને એફડી પર આપે છે તગડું રિટર્ન, જાણી લો ફાયદામાં રહેશો…
કોચની ખાસિયત વિશે વાત કરીએ તો તેમાં 3 સીટર બેન્ચ અને બે સીટર યુનિટ લગાવવામાં આવી છે, જેને કારણે 13 પ્રવાસીઓ આ કોચમાં બેસી શકશે. આ સિવાય આ કોચની અંદર દેખાય એ રીતે પેનલ્સ અને ગ્રેબ પોલ લગાવવામાં આવ્યા છે. ડોરવે ફૂટબોર્ડ પર કર્વવાળી ગ્રેબ પોલ અને આપાતકાલીન સ્થિતિમાં ઉતરવા માટે બંને દરવાજામાં અંડર ફ્રેમ ઈમર્જન્સી લેડર લગાવવામાં આવી છે. આ કોચમાં વિનાઈલ રેપિંગ કરવામાં આવી છે જેને કારણે દેખાવમાં આ કોચ એકદમ આકર્ષક લાગે છે.