આમચી મુંબઈ

…તો આ સમસ્યામાંથી મળશે મુક્તિઃ મધ્ય રેલવેએ સિગ્નલ સિસ્ટમ મુદ્દે લીધો મોટો નિર્ણય

મુંબઈ: સબર્બન મુંબઈમાં લોકલ ટ્રેનનો ગીચ કોરિડોર બનતો જાય છે તેની સાથે ટેક્નિકલ સમસ્યા પણ વધતી જાય છે. સિગ્નલથી લઈને ઓવરહેડ વાયર, ટ્રેકથી લઈને રેલવે લાઈનની સમસ્યા વધી રહી છે, જેમાં મધ્ય રેલવેમાં સિગ્નલને ખસડેવાનો નિર્ણય લઈને મહત્ત્વની જગ્યાએ કદાચ ટ્રેન ખોટકાવવા કે પછી અન્ય સમસ્યામાંથી મુક્તિ મળી શકશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.

મુંબઈની લોકલ ટ્રેનના માર્ગમાં સિગ્નલની જગ્યાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. થોડા સમય પહેલા એક લોકો પાઇલટે ખોટા સિગ્નલને ફોલો કરતાં બે લોકલ ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઈ હતી. જોકે લોકો પાઈલટની સાવચેતીથી મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી. રેલવે પ્રશાસને આવી ઘટનાને રોકવા માટે માર્ગનાં 32 સિગ્નલની જગ્યા બદલવાનો નિર્ણય લીધો છે.


રેલવેના એક અધિકારીએ માહિતી આપી હતી કે લોકલ માર્ગમાં બે હજાર કરતાં વધુ સિગ્નલ છે. માર્ગમાં આટલાં બધાં સિગ્નલો આવવાથી અનેક વખત ટ્રેનના લોકો પાઈલટ મૂંઝવણમાં આવી જાય છે, જેને લીધે અકસ્માત સર્જાય છે.

ભવિષ્યમાં કોઈ મોટી ટ્રેન દુર્ઘટના ન બને તે માટે મધ્ય રેલવેના માર્ગમાં આવતા જમણી બાજુના સિગ્નલોને બાજુએ ડાબી શિફ્ટ કરવામાં આવવાનાં છે, જેથી મોટરમેનને સિગ્નલ જોવું સરળ બનશે, એવું અધિકારીએ કહ્યું હતું.

મુંબઈ સહિત એમએમઆર રિજનમાં જગ્યાની અછતને લીધે રેલવેને માત્ર આપેલી જગ્યામાં જ સિગ્નલ વગેરેની સુવિધા આપવી પડે છે. આજના સમયમાં મુંબઈના સબર્બ રેલવે માર્ગમાં 2000 જેટલાં સિગ્નલ છે. રેલવેના નિયમ મુજબ માર્ગના દરેક સિગ્નલ ડાબી બાજુએ હોવા ફરજિયાત છે. જગ્યાની અછતને લીધે રેલવે દ્વારા 375 સિગ્નલને જમણી બાજુએ મૂકવામાં આવ્યાં છે. જોકે હવે લોકલ ટ્રેનના લોકો પાઈલટને બંને બાજુએ સિગ્નલ જોવામાં મુશ્કેલી આવતા માર્ગનાં બધાં સિગ્નલોને ડાબી તરફ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા