આમચી મુંબઈ

Bad News: સેન્ટ્રલ રેલવેમાં ટ્રેનના એન્જિન અને કોચને જોડતી વખતે કર્મચારીનું મોત

મુંબઈ: સેન્ટ્રલ રેલવેના સીએસએમટી સ્ટેશન પર કોર્નાક એક્સપ્રેસના એન્જિનને જોડતી વખતે મંગળવારે પોઇન્ટમેનનું મૃત્યુ થયું હતું. પિતાના અવસાન બાદ પોઈન્ટમેન રેલવેમાં જોડાયો હતો.

આ બનાવ મંગળવારે બપોરે ૩.૧૦ વાગ્યાની આસપાસ સીએસએમટી પ્લેટફોર્મ નંબર ૧૬ ખાતે બની હતી. મંગળવારે બપોરે કોર્નાક એક્સપ્રેસના કોચ અને એન્જિનને જોડવાનું કામ પોઈન્ટમેન કરી રહ્યો હતો, ત્યારે વિચિત્ર અકસ્માતનો ભોગ બન્યો હતો.

પ્રથમ પ્રયાસમાં એન્જિન અને બોક્સને જોડવામાં નિષ્ફળ રહ્યા બાદ ફરીથી કનેક્ટ કરતી વખતે તે એન્જિન સાથે અથડાઈ ગયો હતો. મૃતકની ઓળખ સુરજ સેઠ (23 વર્ષ) તરીકે કરવામાં આવી હતી. પિતાના નિધન પછી તે રેલવેમાં જોડાયો હતો. અચાનક મોતથી પરિવાર સાથે રેલવે સ્ટાફ શોકમાં ગરકાવ થઈ ગયો હતો, એમ વર્તુળોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : પ્રવાસીઓની મારપીટઃ બોરીવલીમાં ટીસી સામે પોલીસ પ્રશાસને નોંધ્યો ગુનો

જોકે, કોચને જોડતી વખતે સૂરજ એકલો કામ કરી રહ્યો હતો. એટલું જ નહીં, આ કામકાજ વખત ન તો શંટિંગ સુપરવાઈઝર કે અન્ય કોઈ રેલવે સ્ટાફ એન્જિનને આગળ આવવાની ચેતવણી આપવા માટે હાજર નહોતો. સુરક્ષા મુદ્દે રેલવે પ્રશાસન દ્વારા જરુરી ધ્યાન આપવામાં આવતું નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

મધ્ય રેલવેના સુરક્ષા વિભાગમાં મહત્વની જગ્યાઓ ખાલી છે. પરિણામે, અન્ય કર્મચારીઓ પર કામનું ભારણ વધે છે, એમ નેશનલ રેલવે મઝદૂર યુનિયન (એનઆરએમયુ)ના જનરલ સેક્રેટરી વેણુ નાયરે જણાવ્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button