આમચી મુંબઈ

તહેવારોને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે દોડાવશે 100થી વધુ વિશેષ ટ્રેન

મુંબઇ: મધ્ય રેલવે દશેરા, દિવાળી અને છઠ પૂજા માટે ગામ જનારા મુસાફરો માટે 100થી વધુ વિશેષ ટ્રેન દોડાવશે. આ વિશેષ ટ્રેનમાંથી મુંબઇથી નાગપૂર, મુંબઇથી બલ્હાર શાહ અને પુણેથી નાગપૂર દરમીયાન 48 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.

મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ ટ્રેન નંબર 02139/02140 સીએએમટી-નાગપૂર દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન કુલ 20 વાર દોડશે.


ટ્રેન નંબર 02139 સુપર ફાસ્ટ સ્પેશીયલ સીએસએમટીથી 19 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમીયાન દર સોમવારે અને ગુરુવારે રાત્રે 12:20 વાગે છૂટશે અને તે જ દિવસે બપોરે 3:30 વાગે નાગપૂર પહોંચશે. ટ્રેન નંબર 02140 સુપરફાસ્ટ સ્પેશીયલ 21 ઓક્ટોબરથી 21 નવેમ્બરના સમયગાળા દરમીયાન મંગળવારે અને શનિવારે બપોરે 1:30 વાગે નાગપૂરથી છૂટશે અને બીજા દિવસે સવારે 4:10 વાગે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં પહોંચશે.

ઉપરાંત નાગપૂર-પુણે સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશીયલ દોડશે. જેમાં ટ્રેન નંબર 02144 સુપરફાસ્ટ સ્પેશીયલ 19 ઓક્ટોબર થી 16 નવેમ્બર દરમીયાન દર ગુરુવારે સાંજે 7:40 વાગે નાગપુરથી નિકળશે અને બીજા દિવસે સવારે 11:25 વાગે પુણે પહોંચશે. ટ્રેન નંબર 02143 સુપરફાસ્ટ સ્પેશીયલ 20 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી દર શુક્રવારે પુણેથી બપોરે 4:10 વાગે છૂટશે અને બીજા દિવસે સવારે 6:30 વાગે નાગપૂર પહોંચશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત