આમચી મુંબઈ

પીક અવર્સમાં સેન્ટ્રલ લાઈનની ટ્રેનો મોડી પડી થાણેમાં રેલવે ટ્રેક પાસે કચરામાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કલવા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકની નીચે રહેલી ગટરમાં જમા થયેલા કચરાના ઢગલામાં શુક્રવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી, તેને કારણે નીકળેલા ધુમાડાને કારણે સેન્ટ્રલ લાઈનની ફ્ાસ્ટ ટ્રેકની ટ્રેન સ્લો લાઈન પર ડાઈવર્ટ કરવામાં આવી હતી.

થાણે પાલિકાના જણાવ્યા મુજબ કલવા રેલવે સ્ટેશન નજીક પાટા નીચે રહેલી ગટરમાં કચરાના ઢગલામાં સાંજે અચાનક આગ લાગી હતી, તેને કારણે મોટા પ્રમાણમાં ધુમાડો નીકળ્યો હતો. ધુમાડાને કારણે થોડા સમય માટે પાટા પર વિઝિબિલિટી જતી રહી હતી. આગને પગલે ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ કચરામાં ફેંકવામાં આવેલા કચરામાં આગ લાગી હતી. આગ વધુ ફેલાતી રોકવા માટે ફાયરબ્રિગેડે તાત્કાલિક ધોરણે પગલા લીધા હતા. જોકે આગને નિયંત્રણમાં આવવામાં સમય લાગ્યો હતો. લગભગ સાત વાગે આગ બુઝાવવામાં સફળતા મળી હતી. આ દરમ્યાન આગને કારણે નીકળેલા ધુમાડાને પગલે સાંજના ૬.૩૦ વાગ્યાથી સાત વાગ્યા સુધી એટલે કે અડધો કલાક માટે ફાસ્ટ ટ્રેક પરની અપ અને ડાઉન ટ્રેન સ્લો ટ્રેક પર ડાઈવર્ટ કરવામાં આવી હતી.

આપણ વાંચો સયાજીનગરી એક્સપ્રેસને મળ્યું ‘સુરક્ષા કવચ’:, જાણો વિશેષતા?

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button