કોચિંગ સેન્ટર્સ માટે કેન્દ્રની નવી આકરી માર્ગદર્શિકા ૧૬ વર્ષથી ઓછી વય ધરાવતા છોકરાઓને એડમિશન આપી નહીં શકાય
મુંબઈ: શિક્ષણ મંત્રાલયે આખા દેશમાં કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેના હેઠળ હવે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ૧૬ વર્ષથી ઓછી વય ધરાવતા છોકરાઓને એડમિશન નહીં આપી શકે. આ ઉપરાંત ભ્રમ ઊભા કરતા વાયદાઓ કરવા અને સારા નંબરોની ગેરેન્ટી આપવા પર પણ પાબંદી મૂકી દીધી છે.
આ માર્ગદર્શિકા ૧૨મા ધોરણ પછી જેઈઈ, એનઈઈટી, સીએલએટી જેવી એન્ટ્રેન્સ પરીક્ષા અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતાં કોચિંગ સેન્ટર્સ માટે બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા મામલાઓને, ક્લાસીસોમાં આગની ઘટનાઓ અને કોચિંગ સેન્ટર્સમાં સુવિધાઓની ઊણપને જોતાં શિક્ષણ વિભાગે આ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર ગ્રેજ્યુએટથી ઓછી યોગ્યતા ધરાવતા ટ્યુટર્સ ફેકલ્ટી અનુસાર નિમણૂક નહીં થાય. કોચિંગ સેન્ટર્સ પેરેન્ટ્સને ભ્રામક વાયદાઓ કે પછી સારા નંબર અને રેંકની ગેરેન્ટી આપી નહીં શકે. કોચિંગ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને એન્રોલમેન્ટ નહીં કરી શકે. એન્રોલમેન્ટ માત્ર સેક્ધડરી સ્કૂલની પરીક્ષા પછી જ કરવામાં આવશે.
મોરલ ક્રાઈમના દોષી ટીચર્સને ફેકલ્ટી નિમણૂક નહીં કરવામાં આવે. કાઉન્સેલિંગ સિસ્ટમ વિના કોઇ પણ કોચિંગ સેન્ટરને પોતાની વેબસાઈટ પર ફેકલ્ટીની યોગ્યતા, કોર્સ પૂરો થવાનો સમય, હોસ્ટેલની સુવિધાઓ અને ફીની પૂરેપૂરી માહિતી આપવાની રહેશે.
આ ઉપરાંત કોચિંગ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓને થનારા મેન્ટલ સ્ટ્રેસ પર ધ્યાન આપવું પડશે અને ક્લાસીસ તેના પર પર્ફોર્મન્સનું દબાણ નહીં લાવી શકે.
એક લાખ સુધીનો દંડ થશે
જો વિદ્યાર્થી કોચિંગ સેન્ટરની હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ ફી અને મેસ ફી પણ પાછી આપવી
પડશે.
કોઇ પણ પરિસ્થિતિમાં કોર્સની વચ્ચે કોર્સની ફી વધારી શકાશે નહીં. માર્ગદર્શિકાને જે અનુસરશે નહીં એ કોચિંગ સેન્ટર્સ પર રૂ. ૧ લાખ સુધીનો દંડ વસૂલવામાં આવશે અને કોચિંગ ક્લાસનું રજિસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવશે.