આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાન પરિષદનું શતકોત્તર વર્ષ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનપરિષદના શતકોત્તર ઉજવણીનું આયોજન નાગપુર અધિવેશનમાં કરવામાં આવ્યું છે. વિધાન પરિષદના ઉપસભાપતિ નીલમ ગોરેએ આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે વિધાન પરિષદની સ્થાપના 1921માં કરવામાં આવી હતી.

રાજ્યના વિકાસમાં વિધાનપરિષદનું યોગદાન ઉલ્લેખનીય છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આઠમી ડિસેમ્બરના રોજ મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને પ્રધાનોની હાજરીમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.

તેમણે એવી માહિતી આપી હતી કે સન 1861ના ઈન્ડિયન કાઉન્સિલ એક્ટ અનુસાર સ્થાપિત કરવામાં આવેલી કાઉન્સિલ ઓફ ગવર્નરની પહેલી બેઠક 22 જાન્યુઆરી, 1862માં મુંબઈના ટાઉન હોલમાં આયોજિત થઈ હતી. મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડની ભલામણને પગલે ભારત સરકારે 1919માં બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલની પ્રારંભિક બેઠક 19 ફેબ્રુઆરી, 1921ના રોજ મુંબઈના ટાઉન હોલમાં આયોજિત કરવામાં આવી હતી. નારાયણ ચંદાવરકર તે સમયે વિધાન પરિષદના સભાપતિ બન્યા હતા. 1962થી 1920 સુધીની કાઉન્સિલની બેઠકોનું કામકાજ ગવર્નરની અધ્યક્ષતા હેઠળ થતું હતું. 1921માં પહેલી વખત સભાપતિની અધ્યક્ષતા હેઠળ કામકાજ થયું હતું. 2021માં વિધાન પરિષદને સદી થઈ હતી, પરંતુ કોવિડને કારણે આની ઉજવણી કરી શકાઈ નહોતી. આથી આઠમી ડિસેમ્બરના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker