ફટાકડા સિવાયની દિવાળી ઉજવો: કેસરકર
મુંબઈ: પ્રદૂષણની બાબતમાં દેશનું આર્થિક પાટનગર મુંબઈ દેશના પાટનગર દિલ્હીને પાછળ મૂકી રહ્યું છે. આગામી દિવસોમાં દિવાળીમાં ફટાકડકા ફોડવાને કારણે પ્રદૂષણનું સ્તર હજી વધવાની શક્યતાને પગલે રાજ્ય સરકારે મુંબઈગરાને ફટાકડા મુક્ત દિવાળીની ઉજવણી કરવાની અપીલ કરી છે. ફટાકડા નહીં
ફોડતા દિવાળી ઉજવો એવી અપીલ બુધવારે મુંબઈના પાલક પ્રધાન દીપક કેસરકરે કરી હતી.
પાલક પ્રધાને બુધવારે કહ્યું હતું કે મુંબઈ પોલીસ કમિશનર સાથે ચર્ચા કરવામાં આવી હતી. જોકે ફટાકડા નહીં ફોડવા બાબતે ફરજિયાત રીતે કોઈ આદેશ પાડવા બાબતે ચર્ચા કરવામાં આવી નથી. ફકત લોકોને ફટાકડા નહીં ફોડવા માટે અપીલ જ કરવી એવો નિર્ણય ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો.
પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે જુદા જુદા વિસ્તારમાં પાણીનો છંટકાવ કરવાનું કામ ચાલી રહ્યું છે. જ્યાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં નિયમોનું ઉલ્લંઘન થાય તો તેની સામે કાર્યવાહી કરવાની નોટિસ આપવામાં આવી રહી હોવાનું પણ પાલક પ્રધાને કહ્યું હતું.