આમચી મુંબઈ

CBIને મળી મોટી સફળતા; વિદેશ ભાગી ગયેલા 2 વોન્ટેડ આરોપીઓને પરત લાવવામાં આવ્યા

મુંબઈ: ભારતમાં ગુનો આચરીને વિદેશ ભાગી ગયેલા આરોપીઓ દેશમાં પરત લાવવા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)ને મોટી સફળતા મળી છે. તમિલનાડુ અને ગુજરાતના અલગ-અલગ કેસોમાં વોન્ટેડ બે ભાગેડુઓની અમેરિકા અને થાઇલેન્ડથી પાછા લાવ્યા બાદ, બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ભાગેડુઓ સામે ઇન્ટરપોલ(Interpol)ની રેડ નોટિસનો જાહેર કરવામાં આવી હતી.

બંને ભાગેડુઓને ભારત પરત લાવવા CBI ઘણા સમયથી પ્રયત્નો કરી રહી હતી. માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારો સાથે 87 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાના કેસના આરોપી જનાર્થનન સુંદરમને બેંગકોકથી ભારત લાવવામાં આવ્યો હતો. તમિલનાડુ પોલીસે તેને કોલકાતા એરપોર્ટથી તેને અટકાયતમાં લીધો હતો.

ગુજરાતના આરોપીને પરત લાવવામાં આવ્યો:
આ ઉપરાંત અન્ય આરોપીને ગુજરતની ચરોતર નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર પટેલ સાથે 77 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ગુજરાત પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

CBIના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટરે છેતરપિંડી, બનાવટ અને ગુનાહિત કાવતરાના કેસમાં 20 વર્ષથી વોન્ટેડ વીરેન્દ્રભાઈ મણિભાઈ પટેલને અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત પોલીસને સોંપ્યો હતો, આ દરમિયાન ઇમિગ્રેશન અધિકારીઓ હાજર રહ્યા હતાં. આણંદ સ્થિત ચરોતર નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર પટેલે 2002માં 77 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો : ભુજ-મુંબઈ ફ્લાઈટ રદ થતાં ઉતારુઓ રઝળી પડ્યા

CBIનું નિવેદન:
CBIના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “તમિલનાડુ પોલીસની અરજી પર, CBI દ્વારા 21 જૂન, 2023 ના રોજ ઇન્ટરપોલ તરફથી તેમની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.”

એજન્સીએ જણાવ્યું હતું કે, 28 જાન્યુઆરી, 2025 ના રોજ બેંગકોક ગયેલા સુંદરમને રેડ નોટિસના આધારે એન્ટ્રી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

ભારતના ઘણા બીજા ભાગેડુઓ વિદેશમાં છે, જેમાં વિજય માલ્યા, નીરવ મોદી, સુશીલ મોદી જેવા હાઈ પ્રોફાઈલ નામોનો સમાવેશ થાય છે, જેમને ભારત લાવવા માટે ભારત સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button