સાવધાન મુંબઈગરા રાતે ઠંડીથી બચવા તાપણું કર્યું છે તો
મુંબઈ: મુંબઇમાં અત્યારે સરસમજાની ફૂલગુલાબી ઠંડી પડી રહી છે અને આને કારણે જ ઘણા લોકો તાપણા કરે છે. પરંતુ આ તાપણાને કારણે જ અનેક લોકોને પાલિકા દ્વારા ફાઈન કરવામાં આવ્યું છે. આવો જોઈએ શું છે આખો માંઝરો…
પાલિકા દ્વારા મુંબઈમાં સતત વધી રહેલાં એર પોલ્યુશન પર નિયંત્રણ મેળવવા માટે તાપણું સળગાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં મુંબઈગરાો પાલિકાના આ નિયમનું ઉલ્લંઘન કરીને તાપણું કરવામાં આવ્યું હતું. પાલિકાએ આવું કરનાર ૮૮ લોકો સામે કાર્યવાહી હાથ ધરીને તેમની પાસેથી 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇમાં છેલ્લાં કેટલાક સમયથી એર પોલ્યુશનમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે અને પાલિકાએ આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પાલિકા દ્વારા પ્રદૂષણને નાથવા માટે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની ગાઇડ લાઇન્સ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાલિકાએ મુંબઈમાં કથળી રહેલી હવાની ગુણવત્તાને ધ્યાનમાં લઈને બિલ્ડરોને સ્ટોપવર્ક નોટિસો ફટકારવાની સાથે સાથે જ ઈમારતનો કાટમાળ ઠાલવનારાઓ સામે પણ લાલ આંખ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. આ તમામ પગલાંની સાથે સાથે જ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે પાલિકા દ્વારા તાપણા સળગાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સામાન્યપણે રીતે શિયાળામાં નાઈટ શિફ્ટ કરી રહેલાં વોચમેન, સિક્યોરિટી ગાર્ડ્સ અને કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહેલાં કર્મચારીઓ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તાપણું કરતા હોય છે. આ લોકો લાકડાના ટુકડા, પ્લાઈવુડ, પ્લાસ્ટિક, ટાયર વગેરેનો ઉપયોગ કરીને તાપણું કરતા હોય છે, જેને કારણે ઝેરી વાયુ ફેલાવાથી પ્રદૂષણ વધતું હોવાથી પાલિકાએ થોડા દિવસો પહેલા જ તાપણું સળગાવવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.
આ ઉપરાંત પાલિકા દ્વારા બાંધકામ સ્થળો અને સોસાયટીઓને પણ વોચમેન, ગાર્ડ્સને તાપણું કરતા અટકાવવા વોચમેન, સુરક્ષા રક્ષકો આદિને હિટર, ગરમ કપડા વગેરે પૂરા પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ સિવાય પાલિકાના ૨૪ વોર્ડને પણ તાપણું સળગાવનારાઓ સામે ‘કઠોર’ કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. આ વાતને ધ્યાનમાં રાખી પાલિકાએ તાપણું કરતા ૮૮ લોકો સામે કાર્યવાહી કરીને રૂપિયા 100નો દંડ ફટકારવામાં આવ્યો હતો.