આમચી મુંબઈ

એનસીપી વિધાનસભ્યોની અપાત્રતાનો કેસ

સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષને 15મી ફેબ્રુઆરી સુધી મુદત લંબાવી આપી

મુંબઇ: એનસીપી વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાના મામલે સુપ્રીમ કોર્ટે 31 જાન્યુઆરી સુધીમાં ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. જોકે, આ બાબત વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પાસે અનિર્ણિત છે. હવે સુપ્રીમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષને મુદત વધારી આપવામાં આવી છે. જયંત પાટલે કરેલી અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમયે સુપ્રીમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષને 15 ફેબ્રુઆરી સુધી મુદત વધારી આપી છે. સુપ્રીમ કોર્ટના `લાઈવ લો’માં આ અંગે સમાચાર આવ્યા હતા. 30 ઑક્ટોબર, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષને બંધારણની દસમી અનુસૂચિ મુજબ 31 જાન્યુઆરી, 2024 સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, મુદત પૂરી થવાના બે દિવસ પહેલા વિધાનસભાના અધ્યક્ષે સુપ્રીમ કોર્ટ પાસે ત્રણ સપ્તાહનો વધારાનો સમય માગ્યો હતો. અજિત પવાર જૂથના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં સુપ્રીમ કોર્ટ વિધાનસભા અધ્યક્ષને નિર્દેશ આપે તેવી માગણી કરતી અરજી જયંત પાટીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે તુષાર મહેતાએ એક્સ્ટેન્શનની માંગણી કરી હતી. એડવોકેટ જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, વિધાનસભા અધ્યક્ષ શિવસેનાના વિધાનસભ્યોને ગેરલાયકાતના કેસમાં વ્યસ્ત હતા. તેથી, તેઓ એનસીપી વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાના કેસમાં સમયનું પાલન કરી શક્યા નથી. એનસીપી વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાના કેસની કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ રાષ્ટ્રપતિને આદેશ જારી કરવા માટે વધુ ત્રણ અઠવાડિયાની જરૂર છે. જેના કારણે સુપ્રીમ કોર્ટે તેમને 15 ફેબ્રુઆરી સુધીની સમયમર્યાદા આપી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત