મંત્રાલય કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી સામે કેસ
નાણાંની ઉચાપત
મુંબઈ: મહારાષ્ટ્ર મંત્રાલય કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ૨૬ ભૂતપૂર્વ પદાધિકારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમની સામે છેતરપિંડી અને સોસાયટીના ૬૩ લાખ રૂપિયાની ઉચાપતનો આરોપ મુકવામાં આવ્યો છે. કથિત સ્વરૂપે તેમણે આચરેલી ગેરરીતિમાં હાજરીપત્રકમાં ગોટાળા, થયો હોય એના કરતા અનેક ગણો વધુ ચૂંટણી ખર્ચ તેમજ વ્યક્તિગત ઈન્કમ ટેક્સની ખોટી રીતે ચૂકવણીનો સમાવેશ થાય છે. ક્રેડિટ સોસાયટીનું ઓડિટ કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કરેલી ફરિયાદના પગલે આ કેસના ચક્રો ગતિમાન થયા હતા.
આ સંદર્ભે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘૨૦૨૨ – ૨૦૨૩માં કરવામાં આવેલા ઓડિટ દરમિયાન ઓડિટરે જૂન ૨૦૨૨માં ૨૩ કર્મચારીઓને વધારાનું ભથ્થું ચૂકવવામાં આવ્યું હતું જેવી કેટલીક ગેરરીતિ જાણવા મળી હતી. એ સમય દરમિયાન બાયોમેટ્રિક મશીનો સાથે છેડછાડ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સોસાયટીમાં એક જ મશીન હતું એ પરિસ્થિતિમાં એક જ સમયે ચાર કર્મચારી હાજર તેમજ ગેરહાજર દર્શાવવામાં આવ્યા હતા.’ આ ગેરરીતિનો હેતુ વધુ ભથ્થું મેળવવાનો હતો. ૨૩ જણની હાજરીની નોંધ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. વધુ માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘૨૦૨૨માં તેમણે ચૂંટણી ખર્ચ પેટે ૩૬ લાખનો ખર્ચ બતાવ્યો હતો જે ગેરકાનૂની છે.’ ઉ