આમચી મુંબઈ
એપીએમસીના ગેરવહીવટ બદલ ભૂતપૂર્વ પ્રધાન સહિત આઠ સામે ગુનો
થાણે: એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)નો કથિત ગેરવહીવટ અને રાજ્યની તિજોરીને રૂ. ૭.૬૧ કરોડનું નુકસાન પહોંચાડવા બદલ નવી મુંબઈ પોલીસે રાજ્યના ભૂતર્પૂ પ્રધાન સહિત આઠ જણ સામે ગુનો દાખલ કર્યો હતો. એપીએમસી નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં કેટલીક સંસ્થાઓની તરફેણ કરી શૌચાલયના બાંધકામ માટે કથિત રીતે કોન્ટ્રાક્ટ આપવાનો આ મામલો છે. ૨૦૦૫થી ૨૦૨૨ દરમિયાન આરોપીઓએ એપીએમસીના સંચાલનમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, એમ શનિવારે પોલીસ દ્વારા નોંધાયેલા એફઆઇઆરમાં જણાવ્યું છે. ગવર્નમેન્ટ ઓડિટ ટીમે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ભૂતપૂર્વ પ્રધાન, એપીએમસીના અમુક નિવૃત્ત તથા હાલના અધિકારીઓ સહિત આઠ જણ સામે ભારતીય દંડસંહિતા અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)