અડધી રાતે નહેરમાં ખાબકી કાર, એક પરિવારના છ સભ્યોના મોત
મહારાષ્ટ્રના સાંગલીમાં થયેલા એક ભયાનક કાર અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી મળી છે. તાસગાંવ-માનેરાજુરી રોડ પર ચિંચની ગામ પાસે મધ્યરાત્રિએ એક અલ્ટો કાર તકરી કેનાલમાં પડી હતી. આ ભયાનક કાર અકસ્માતમાં એક જ પરિવારના છ સભ્યોના મોત થયા છે જ્યારે એક મહિલાની હાલત ગંભીર છે. ગરમીના કારણે કેનાલ સુકાઈ ગઈ હતી. અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.
આ કાર અકસ્માત મધરાતે 12.30 આસપાસ થયો હતો. મૃતક તાસગાંવના સિવિલ એન્જિનિયર રાજેન્દ્ર જગન્નાથ પાટીલના પરિવારનો છે. તાસગાંવ-માનેરાજુરી રોડ પર ચિંચની વિસ્તારમાં મધ્યરાત્રિએ એક અલ્ટો કાર તકરી કેનાલમાં પડી ત્યારે આ અકસ્માત થયો હતો.
મૃતકોની ઓળખ રાજેન્દ્ર જગન્નાથ પાટીલ (60), તેમની પત્ની સુજાતા પાટીલ (55), તેમની પુત્રી પ્રિયંકા ખરાડે (30), અને પૌત્રીઓ ધ્રુવા (3), રાજ્વી (2) અને એક વર્ષની કાર્તિકી તરીકે થઈ છે. તેમની બીજી પુત્રી સ્વપ્નાલી ભોસલે (30)ને અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી
Also Read –