આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Mumbai-Nagpur એક્સપ્રેસ વે ભયંકર Accident,કાર હવામાં ઉછળી , 6 લોકોના મોત અનેક ઘાયલ

જાલનાઃ મુંબઈથી (Mumbai)લગભગ 400 કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત (Accident)થયો છે. ગઈકાલે રાત્રે મુંબઈ-નાગપુર (Mumbai-Nagpur)એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચેના ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. આ મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે એક કાર રિફ્યુઅલ ભર્યા બાદ રોંગ સાઈડથી હાઈવે પર ઘૂસી ગઈ હતી અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અન્ય એક કાર સાથે અથડાઈ હતી.

ટક્કર બાદ કાર હવામાં ઉછળી હતી

બંને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે એક કારમાં હવામાં ફંગોળાઈને હાઈવે પરના બેરિકેડ પર પડી હતી. જ્યારે મુસાફરો કારમાંથી બહાર રોડ પર પડ્યા હતા. બીજી કારને પણ નુકસાન થયું હતું. કારમાં સવાર છ લોકોના લોહીથી લથપથ મૃતદેહ હાઈવે પર પડેલા જોવા મળ્યા હતા.

| Also Read: Karnataka ના પૂણા- બેંગલોર નેશનલ હાઇવે પર ભીષણ માર્ગ Accident, 13 લોકોના મોત

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

અકસ્માતની માહિતી મળતા જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ક્રેન લગાવવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

પોલીસે આ માહિતી આપી હતી

પોલીસે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 11 વાગ્યાના અરસામાં કાર MH.12.MF.1856 ડીઝલ ભરીને વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી, ત્યારે નાગપુરથી મુંબઈ જઈ રહેલી કાર MH.47.BP.5478ને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત જાલના વિસ્તારમાં સમૃદ્ધિ હાઇવે પર કડવાંચી ગામ પાસે થયો હતો. ઘટનાની જાણ થતાં જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને તાલુકા જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેઈનની મદદથી બંને કારને સમૃદ્ધિ હાઈવે નીચેથી બહાર કાઢીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરાવ્યો હતો.

701 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે

સમૃદ્ધિ મહામાર્ગ મહારાષ્ટ્રમાં આંશિક રીતે કાર્યરત છ-લેન અને 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે છે. તે મુંબઈ અને રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર નાગપુરને જોડતો દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો