આમચી મુંબઈ

ડિવાઈડર સાથે ટકરાતાં કારમાં આગ: બે ભાઈનાં મોત

કારના ડાબી બાજુના દરવાજા જામ થઈ ગયા હોવાથી બહાર નીકળવામાં મુશ્કેલી નડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાતભર પાર્ટી કર્યા પછી જૉયરાઈડ માટે નીકળેલા મિત્રોની કાર ડિવાઈડર સાથે ટકરાયા પછી સળગી ગઈ હોવાની ઘટના સાયનમાં બની હતી. આ ઘટનામાં બે ભાઈએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ત્રણ જણ ગંભીર રીતે દાઝ્યા હતા.
સાયન પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારના મળસકે 4.20 વાગ્યાની આસપાસ સાયનમાં ડૉ. બી. એ. રોડ પર બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની ઓળખ પ્રેમ વાઘેલા (18) અને અજય વાઘેલા (20) તરીકે થઈ હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે માનખુર્દ મંડાલા ખાતે રહેતા બન્ને ભાઈ મિત્રો હર્ષ કદમ (20), હિતેશ ભોઈર (25) અને કુણાલ અત્તાર (25) સાથે રવિવારની રાતે પાર્ટી કરવા બેઠા હતા. રાતભર દારૂ પીધા પછી પાંચેય જણ જૉયરાઈડ માટે કારમાં દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે ગયા હતા.
મરીન ડ્રાઈવથી પાછા ફરતી વખતે પૂરપાટ દોડતી કાર પરથી ડ્રાઈવર કુણાલે કાબૂ ગુમાવ્યો હતો. કારમાં સીએનજી કિટ બેસાડવામાં આવી હતી. ડિવાઈડર સાથે અથડાવાને કારણે કારમાં આગ લાગી હતી. અકસ્માતને કારણે કારના ડાબી બાજુના બન્ને દરવાજાના લૉક જામ થઈ ગયા હતા, જેને કારણે તાત્કાલિક કારમાંથી નીકળી શકાયું નહોતું.
દરમિયાન કારમાં આગ લાગતાં રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને ત્રણ જણને કારમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતને પગલે કદમ 60થી 70 ટકા દાઝ્યો હતો. ભોઈર અને અત્તારને પણ ઇજા થઈ હોવાથી સારવાર માટે તેમને સાયન હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ પ્રકરણે સાયન પોલીસે કુણાલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર પતિ સાથે નહીં, આ સ્પેશિયલ પર્સન સાથે રહે છે ઈટાલીનાં PM Giorgia Meloni… હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન