યાદગાર રિટાયરમેન્ટઃ નિવૃત્તિના એક દિવસ પહેલા સિનિયર કેપ્ટન ગોસાવીને ઉડ્ડયન કરાવ્યું

મુંબઈ: નેવી હેલિકોપ્ટર પાયલટ લેફ્ટનન્ટ કમાન્ડર નિખિલ આહેરને 30મી જુલાઈનું ઉડ્ડયન (સોર્ટીં) લાંબા સમય સુધી યાદ રહેશે. 29 વર્ષીય પાયલટ નિખિલે તેની સૈનિક સ્કૂલના વરિષ્ઠ અને સન્માનનીય નેવી ઓફિસર કેપ્ટન કૌસ્તુભ ગોસાવીને કામોવ કા -31 હેલિકોપ્ટરમાં ઉડ્ડયન કરાવ્યું હતું.
નિવૃત્તિની પૂર્વ સંધ્યાએ ગોસાવીનું આ અંતિમ ઉડ્ડયન હતું. નૌકાદળની ઉડ્ડયન પાંખમાં 34 વર્ષના કાર્યકાળ બાદ 31 જુલાઈએ નિવૃત્ત થયેલા કેપ્ટન ગોસાવીને પ્રતિષ્ઠિત શૌર્ય ચક્ર અને બહાદુરી માટે નાઓ સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.
નૌકાદળના હેલિકોપ્ટર કાફલામાં અને ખાસ કરીને કામોવમાં ગોસાવી એક આદરણીય વ્યક્તિ છે. લેફ્ટનન્ટ કમાન્ડર આહેર જેવા ઘણા લોકો તેમને રોલ મોડેલ માને છે. લેફ્ટનન્ટ કમાન્ડર આહેરે પીટીઆઈને જણાવ્યું હતું કે ‘મને જ્યારે ખબર પડી કે ગોસાવી સર માટે સોર્ટીનું (ઉડ્ડયનનું) આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મેં તેમને તેમના મનપસંદ હેલીકૉપટરમાં ઉડ્ડયન કરાવવાની તક ઝડપી લીધી.’
આ પણ વાંચો : નેવીમાં ટ્રેનીંગ વેળા જવાન વીરગતિ પામતા વતન ભાવનગરમાં રાષ્ટ્રીય સન્માન સાથે દફનવિધિ
ગોસાવી અને આહેર સંરક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત ભારતની પ્રથમ સૈનિક સ્કૂલ સતારાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. કેપ્ટન ગોસાવી 1986માં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે લેફ્ટનન્ટ કમાન્ડર આહેરે 2012માં નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાવા માટે શાળા છોડી દીધી હતી. આહિરે જણાવ્યું હતું કે કેપ્ટન ગોસાવી ગોવામાં કમાન્ડિંગ ઓફિસર પણ હતા અને યુવા ક્રૂ માટે રોલ મોડેલ હતા.
2015માં કેપ્ટન ગોસાવીને સાહસિક શોધખોળ અને બચાવ અભિયાનમાં 15 લોકોના જીવ બચાવવા માટે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 2014માં નાઓ સેના મેડલથી નવાજવામાં આવ્યા હતા.
(પીટીઆઈ