Maharashtra Election: વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કર્યા પછી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માટે છેલ્લો દિવસ હતો. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર વિધાનસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં કુલ 10,900 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 1,654 ઉમેદવારના ઉમેદવારી પત્ર રદ્દ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જરાંગે પાટીલની પીછેહઠ, બીજા બળવાખોરો શું કરશે? રાજકીય પક્ષોના જીવ ઉચક
ઈલેક્શન કમિશનના અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં 10,900 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 1,654 ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવી છી, જ્યારે 9,260 ઉમેદવારની ઉમેદવારી સ્વીકારવામાં આવી છે. રાજ્યમાં 983 ઉમેદવારે પોતાનું ઉમેદવારી પાછી ખેંચી છે. હવે બાકી રહેલા ઉમેદવારોનું ભાવિ 20મી નવેમ્બરે ઈવીએમમાં કેદ થશે, જ્યારે પરિણામ 23મી નવેમ્બરે આવશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે રાજકીય પક્ષોએ બળવાખોરોને મનાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હોવાના અહેવાલો વચ્ચે આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પાછી ખેંચવાનો સમય પૂરો થયો છે. હવે કોઈ પણ ઉમેદવાર પોતાનું નામાંકન પાછું ખેંચી નહીં શકે.
આ પણ વાંચો : મુખ્ય પ્રધાન સંબંધી ‘તે’ નિવેદનથી વિવાદ વકર્યો: ભાજપ-શિંદે સેના આમને-સામને
ત્રણ સીટ પર ત્રિપાંખિયો જંગ
માહિમ સીટઃ અહીંની સીટ પર એકનાથ શિંદેના ઉમેદવાર સદા સરવણકર ઉમેદવારી પાછી ખેંચે એવા સમાચાર હતા, પરંતુ છેલ્લી ઘડીના પ્રયાસો નિષ્ફળ રહ્યા પછી હવે શિંદે જૂથના સદા સરવણકર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી વતીથી મહેશ સાવંત અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વતીથી રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરે મેદાનમાં હશે.
અણુશક્તિ નગરઃ અહીંની સીટ પર અજિત પવારની પાર્ટી એનસીપીની સના માલિક, શરદચંદ્ર પવારવતીથી ફહાદ અહમદ, જ્યારે શિવસેના વતીથી અવિનાશ રાણેની વચ્ચે ત્રિપાંખિયો જંગ રહેશે.
માનખુર્દ શિવાજીનગરઃ મહારાષ્ટ્ર વિધાનસભાની હોટ સીટ પરથી સમાજવાદી પાર્ટીએ અબુ આઝમી, અજિત પવારની એનસીપીએ નવાબ મલિક અને શિવસેના તરફથી સુરેશ પાટીલ વચ્ચે ત્રિપાંખિયો જંગ રહેશે.