આમચી મુંબઈ

જયંત પાટીલને કારણે પ્રધાનમંડળનું વિસ્તરણ રખડ્યું હતું: સંજય શિરસાટ

મુંબઈ: શરદ પવાર જૂથમાં હોવા છતાં જયંત પાટીલની ઈચ્છા અજિત પવાર જૂથમાં જોડાવાની હતી અને એ જ કારણથી મહાયુતિમાં થનારા પ્રધાનમંડળનું વિસ્તરણ ઘોંચમાં પડ્યું હતું, એવું શિંદે જૂથના નેતા સંજય શિરસાટે જણાવ્યું હતું. સંજય શિરસાટે જણાવ્યું હતું કે જયંત પાટીલ ભલે શારીરિક રીતે શરદ પવાર સાથે જોડાયેલા હોય, પણ તેઓ મનથી તો અજિત પવારની સાથે જ છે.
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર સ્થપાયા બાદ પ્રધાનમંડળના વિસ્તરણની તમામ લોકોને ઈંતેજારી હતી, પણ આખા વર્ષમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થયું નહીં. પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી જ રહી હતી એ જ દરમિયાન એનસીપીના નેતા અજિત પવાર અનેક વિધાનસભ્યોની સાથે મહાયુતિમાં જોડાઇ ગયા. અજિત પવારની સાથે આઠ વિધાનસભ્યને પ્રધાનપદાં મળ્યાં છે. ત્યાર બાદ પ્રધાનમંડળનું નવું એક વિસ્તરણ કરાશે, એવું કહેવાતું હતું. જોકે એવી કોઇ હિલચાલ જોવા મળી નહીં. બીજી બાજુ શિંદે જૂથના અનેક નેતાઓ પ્રધાનપદની પ્રતીક્ષામાં છે. રાયગડના વિધાનસભ્ય ભરત ગોગાવલે અને વિધાનસભ્ય તથા શિંદે જૂથના પ્રવક્તા સંજય શિરસાટે પ્રધાનપદની ઈચ્છા અનેક વાર વ્યક્ત કરી હતી, પણ હજી સુધી પ્રધાનમંડળનું વિસ્તરણ થયું નથી. જોકે એ સમયે જયંત પાટીલને કારણે જ પ્રધાનમંડળનું વિસ્તરણ અટક્યું હતું, એવું સંજય શિરસાટે જણાવ્યું હતું.

દરમિયાન પ્રધાનમંડળના વિસ્તરણ અંગે પૂછવામાં આવતાં સંજય શિરસાટે જણાવ્યું હતું કે એનસીપીના શરદ પવાર જૂથના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ શિંદે સરકારમાં આવવાના હતા. આને કારણે પ્રધાનમંડળનું વિસ્તરણ રખડ્યું હતું. જયંત પાટીલ માત્ર શરીરથી જ ત્યાં છે, પણ મનથી અજિત પવારની સાથે છે. આજે તેઓ જે નિષ્ઠાની વાતો કરી રહ્યા છે તેઓ જ એક સમયે પુણેમાં થયેલી બેઠકમાં બોલ્યા હતા કે આપણે શરદ પવારની સાથે ચર્ચા કરીને મહાયુતિમાં જઇશું. આ બેઠકમાં સુપ્રિયા સુળે પણ હાજર હતાં. એ સમય દૂર નથી કે જયંત પાટીલને અમારી સાથે જોડાઇ જશે.

મારા મનની વાત એમને કદાચ વધુ ખબર હશે: જયંત પાટીલ
સંજય શિરસાટે કરેલા દાવાનો જવાબ આપતાં જયંત પાટીલે જણાવ્યું હતું કે મારું અને સંજય શિરસાટની આ અંગે ક્યારે પણ વાતચીત થઇ નથી.
આથી મારા મનમાં શું છે એ એમને ક્યાંથી ખબર હોય.
આ તો પત્રકારોએ તેમને પૂછવું જોઇએ કે મારા મનમાં શું ચાલી રહ્યું છે. એક નેતા બોલે અને તેની પ્રતિક્રિયા જાણવા માટે બીજા નેતા પાસે તમારે શા માટે જવું જોઇએ. એ વક્તવ્ય કરવા પાછળ સંજય શિરસાટનો શો ઉદ્દેશ છે એ મને માલૂમ નથી. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત