આમચી મુંબઈ

કેબિનેટના નિર્ણયો

મુંબઈ-ટ્રાન્સ હાર્બર લિંક પર ₹ ૨૫૦ ટોલ

અટલ સેતુ નામ અપાયેલા મુંબઈ નવી મુંબઈ વચ્ચેના શિવડી-ન્હાવા શેવાને જોડતા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન ૧૨ જાન્યુઆરીએ થવાનું છે. રૂ. ૧૭,૮૪૩ કરોડને ખર્ચે બનેલા ૨૧.૮ કિલોમીટર લાંબા બ્રિજ પરથી પસાર થવા માટે વાહનચાલકો પાસેથી એમએમઆરડીએએ રૂ. ૫૦૦નો ટોલ લેવાની માગણી કરી હતી, પરંતુ રાજ્યની કેબિનેટે આ ટોલનો દર અડધો એટલે કે રૂ. ૨૫૦ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. મુંબઈથી નવી મુંબઈ જવા માટે અત્યારે જે સાત લીટર પેટ્રોલ લાગે છે તેને બદલે હવે ફક્ત એક જ લીટર પેટ્રોલ લાગશે અને તેથી ઈંધણનો પણ મોટા પ્રમાણમાં બચાવ થશે. આ પ્રોજેક્ટ માટે સરકારે મોટી લોન લીધી છે. ભારત સરકારના નિયમો મુજબ આને માટે રૂ. ૫૦૦ ટોલ લેવાનું આવશ્યક હતું, પરંતુ સરકારે રૂ. ૨૫૦ ટોલ લેવાનું નક્કી કર્યું છે.ઉ

જૂની પેન્શન યોજના વિશે નિર્ણય

રાજ્ય સરકારે બીજો મહત્ત્વનો નિર્ણય જૂની પેન્શન યોજના અંગે લીધો હતો અને સરકારી સેવામાં એક નવેમ્બર, ૨૦૦૫ના રોજ અથવા ત્યાર પછી રજૂ થયેલા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય ગુરુવારની કેબિનેટની બેઠકમાં લીધો હતો. આવા સરકારી કર્મચારી-અધિકારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓના ધોરણે મહારાષ્ટ્ર નાગરી સેવા પેન્શન નિયમ, ૧૯૮૨ની જોગવાઈઓ અનુસાર એક સમયનો વિકલ્પ આપવામાં આવશે. સંબંધિત રાજ્ય સરકારી કર્મચારી-અધિકારીઓએ આ નિર્ણય જાહેર થયાના છ મહિનાની અંદર એક વખત જૂની પેન્શન યોજના અને સંબંધિત નિયમો લાગુ કરવાની લેખિત જાણકારી આપવાની રહેશે. છ મહિનામાં જે કર્મચારી પોતાનો વિકલ્પ જણાવશે નહીં તેમને નવી પેન્શન યોજના લાગુ રહેશે. ઉ

દૂધ ઉત્પાદકોને પ્રતિલિટર ₹ પાંચ અનુદાન

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દૂધ ઉત્પાદક ખેડૂતો આંદોલનની ચિમકી ઉચ્ચારી રહ્યા હતા તે મુદ્દાનું ગુરુવારની કેબિનેટની બેઠકમાં નિરાકરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે દૂધ ઉત્પાદકોને લીટરદીઠ રૂ. પાંચનું અનુદાન આપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો. રાજ્યના કો-ઓપરેટિવ દૂધ સંઘોના માધ્યમથી આ યોજના અમલી બનાવવામાં આવશે. સહકારી દૂધ સંઘોએ ખેડૂતોને ૩.૨ ફેટ/૮.૩ એસએનએફ માટે લીટરદીઠ રૂ. ૨૯ બેંક ખાતામાં જમા કરવા પડશે અને ત્યારબાદ ખેડૂતોને સરકાર તરફથી રૂ. પાંચનું અનુદાન બેંક ખાતામાં ડીબીટી દ્વારા આપવામાં આવશે. નવેમ્બરના આંકડા મુજબ અત્યારે સહકારી દૂધ સંઘો દ્વારા રોજ ૪૩.૬૯ લાખ લીટર દૂધ એકઠું કરવામાં આવે છે. આમ અનુદાન માટે બે મહિના માટે રૂ. ૧૩૫.૪૪ કરોડનો બોજ સરકારને પડશશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં આ અનુદાન આપવામાં આવશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો