કેબિનેટનો નિર્ણય મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવશે
મંગળવારથી પ્રમાણપત્ર આપવાનું ચાલુ કરવામાં આવ્યાનો દાવો: ઓબીસી કમિશન નવેસરથી ઈમ્પીરિકલ ડેટા એકઠો કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે હાઈ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ સંદીપ શિંદેની અધ્યક્ષતા હેઠળની સમિતિનો પહેલો અહેવાલ સ્વીકાર્યો હતો. આ સમિતિનું ગઠન મરાઠવાડા વિસ્તારના મરાઠા સમાજના લોકોને કુણબી પ્રમાણપત્ર આપવા માટેની પ્રક્રિયા નક્કી કરવા માટે ગઠિત કરવામાં આવી હતી.
કુણબી પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. કુણબી સમાજને ઓબીસી શ્રેણી હેઠળ આરક્ષણ આપવામાં આવે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ આયોજિત કેબિનેટની બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઓબીસી પંચ નવેસરથી ઈમ્પીરિકલ ડેટા એકઠો કરીને મરાઠા સમાજના શૈક્ષણિક અને સામાજિક પછાતપણા અંગેનું આકલન કરવા જણાવ્યું છે.