આમચી મુંબઈ

ભાયખલામાં જુગારના અડ્ડા પર પોલીસની રેઇડ: 34 જણ પકડાયા

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ભાયખલા વિસ્તારમાં જુગારના અડ્ડા પર રેઇડ પાડી 34 લોકોને પકડી પાડ્યા હતા અને 14 લાખની રોકડ તથા અન્ય મતા જપ્ત કરી હતી.

ભાયખલામાં ઘોડપદેવ સ્થિત ડી.પી. વાડી ખાતે અમુક લોકો જુગારનો અડ્ડો ચલાવી રહ્યા હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓને મળી હતી. આથી પોલીસની ટીમે શનિવારે મોડી રાતે ત્યાંના ગોદામમાં આવેલી રૂમમાં રેઇડ પાડી હતી.

આ પણ વાંચો : નવી મુંબઈમાં રૂ. 75 લાખના ડ્રગ્સ સાથે ત્રણ નાઇજીરિયનની ધરપકડ

ઉપરોક્ત રૂમમાં ચાર જણ ભાગીદારીમાં જુગારની ક્લબ ચલાવી રહ્યા હતા. એ ચારેય જણ સહિત 34 લોકોને પોલીસે ત્યાંથી તાબામાં લીધા હતા. પોલીસે રૂમમાંથી 14.61 લાખની રોકડ સહિત અન્ય મતા જપ્ત કરી હતી. પકડાયેલા 34 જણ વિરુદ્ધ ભાયખલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button