આમચી મુંબઈ
ભાયખલામાં બિલ્ડિંગના પાયાભરણી વખતે થયો અકસ્માત: બે મજૂરના મોત…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ભાયખલામાં એક વિચિત્ર અકસ્માતમાં બે મજૂરોના મોત થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. આજે બપોરે એક ભાયખલાની હબીબ મેન્શન ઈમારતના પાયા અને થાંભલાના કામ દરમિયાન માટી અને કાદવનો એક ભાગ 15 ફૂટ નીચે કામ કરી રહેલા મજૂરો પર તૂટી પડ્યો હતો.
પાંચેય મજૂરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બેને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલના મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર, ત્રણ ઘાયલ કામદારોને દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.



