આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં એક વાગ્યા પછી મતદાનમાં જોવા મળી ગતિ, ત્રણ વાગ્યા સુધી થયું આટલા ટકા મતદાન

મુંબઈઃ રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છએ. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે. મહારાષ્ટ્રમાં બપોરે ત્રણ વાગ્યા સુધી આટલા ટકા મતદાન લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં બપોર પછી એકંદરે ગતિ જોવા મળી હતી. ત્રણ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 42.63 ટકા મતદાન થયું હતું. જોકે એક વાગ્યા સુધી 31.55 ટકા મતદાન થયું હતું. મહારાષ્ટ્રની તુલનામાં અન્ય રાજ્યોમાં સૌથી વધુ મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન 34.96 ટકા અને સૌથી વધુ મતદાન 49.94 ટકા થયું હતું.

લોકસભાની ચૂંટણીના મતદાનમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રીજા તબક્કાની કુલ 11 બેઠકો પર બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ 31.55 ટકા મતદાન થયું છે. ત્રીજા તબક્કામાં લોકસભાની 11 બેઠકની કુલ મતદાન ટકાવારી નીચે મુજબ છે. એમ લાગે છે કે ભારે ગરમીને કારણે લોકો મતદાન કરવા જવાનું ટાળી રહ્યા છે. બપોર પછી મતદાન કરવા આવતા લોકોની સંખ્યા વધી શકે છે. એક વાગ્યા સુધી મતદાનની ટકાવારી સરેરાશ 32.71 ટકાથી લઈને માઢા, બારામતીમાં થયું હતું.

એક વાગ્યા સુધીનું મતદાન આ પ્રમાણે રહ્યું હતું.

લાતુર – 32.71 ટકા

સાંગલી – 29.65 ટકા


બારામતી – 27.55 ટકા


હાથકણંગલે – 36.17 ટકા


કોલ્હાપુર – 38.42 ટકા


માઢા – 26.61 ટકા


ઉસ્માનાબાદ – 30.54 ટકા


રાયગઢ – 31.34 ટકા


સિંધુદુર્ગ – 33.91 ટકા


સતારા – 32.78 ટકા


સોલાપુર – 29.32 ટકા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button