વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ, તેની કંપનીના ડૅટાનો કર્યો દુરુપયોગ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ, તેની કંપનીના ડૅટાનો કર્યો દુરુપયોગ

થાણે: વ્યવસાય વધારવામાં મદદ કરવાને બહાને વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચરવા તથા સિસ્ટમને હૅક કરીને તેની કંપનીના ડૅટાનો દુરુપયોગ કરવા બદલ ત્રણ જણ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

થાણેમાં વેપારી પોતાની કંપની ધરાવે છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. અમરાવતીનું દંપતી અને વાશિમના તેના સાથીદારે ફરિયાદી વેપારીનો સંપર્ક સાધ્યો હતો અને કંપનીની નવી બ્રાન્ચ શરૂ કરીને, સોફ્ટવેર બનાવીને અને પ્રશિક્ષિત સ્ટાફ પૂરો પાડીને તેનો વ્યવસાય વધારવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું.

વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ બાદમાં વેપારી પાસેથી સાત લાખ રૂપિયા લીધા હતા.

આ પણ વાંચો: સાયબર સેલના અધિકારીના સ્વાંગમાં બૅંકની નિવૃત્ત મહિલા કર્મચારી સાથે લાખોની ઠગાઈ

આરોપીઓએ વેપારીની કંપનીના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એક્સેસ મેળવ્યા બાદ સિસ્ટમ હૅક કરીને પાસવર્ડ રિસેટ કર્યો હતો અને બાદમાં કંપનીના ડૅટાનો પોતાના અંગત લાભ માટે દુરુપયોગ કર્યો હતો. દંપતીને આ માટે તેના સાથીદારે મદદ કરી હતી.

દરમિયાન કંપનીના ડૅટાનો દુરુપયોગ કરીને રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું વેપારીના ધ્યાનમાં આવતાં તેણે 1 સપ્ટેમ્બરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ત્રણ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button