આમચી મુંબઈ

આ જાણીતા ઉદ્યોગપતિને મળી જાનથી મારવાની ધમકી આરોપીની ઓળખ થઇ

મુંબઇઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને જાનથી મારવાની ધમકી મળી હતી. બઈ પોલીસને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા વિશે ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે, “રતન ટાટાની સુરક્ષામાં વધારો કરો નહીંતર તેમની હાલત ખરાબ થશે. તેમના હાલ પણ સાયરસ મિસ્ત્રી જેવા થઇ જશે.’ આ કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ ફુલ એલર્ટ મોડમાં આવી ગઇ હતી. પોલીસે તેની એક ટીમને રતન ટાટાની સુરક્ષાનું ધ્યાન રાખવાની સૂચના આપી હતી. અન્ય ટીમને ફોન કરનાર વિશે માહિતી એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે જ્યારે ફોન કરનારનો ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેનો ફોન સ્વિચ ઓફ હતો, ત્યારબાદ પોલીસે ટેક્નિકલ સપોર્ટ અને ટેલિકોમ કંપનીની મદદથી કોલરને ટ્રેસ કર્યો. ફોન કરનારનું લોકેશન કર્ણાટકમાં હોવાનું જાણવા મળ્યું હતું અને જ્યારે તેનું સરનામું જાણવા મળ્યું તો જાણવા મળ્યું કે ફોન કરનાર પુણેનો રહેવાસી છે. સૂત્રોએ વધુમાં દાવો કર્યો હતો કે કોલ કરનાર વ્યક્તિ છેલ્લા 5 દિવસથી ગુમ હતો અને તેની પત્નીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. ફોન કરનારના પરિવાર સાથે પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ફોન કરનાર વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાથી પીડિત હતો. તેણે કોઈને કહ્યા વિના ઘરેથી ફોન ઉપાડી લીધો હતો. એ જ ફોનથી તેણે મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર ફોન કર્યો અને રતન ટાટાને મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપી માનસિક રીતે બિમાર હોવાથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આરોપી ઘણું ભણેલો છે. તેણે ફાયનાન્સમાં MBA કર્યું છે અને એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button