વરલી ડેરીની જમીન પર ‘બિઝનેસ હબ’ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વરલી ડેરીની જમીન પર ‘બિઝનેસ હબ’

રાજ્ય સરકારનો વિચાર વિકાસકારોને અસ્વીકાર્ય

મુંબઈ: એક સમયે જ્યાં ડેરી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું અસ્તિત્વ હતું એ વરલીના ૧૬.૨૫ એકરના પ્લોટ પર મહારાષ્ટ્ર સરકાર વેપાર કેન્દ્ર (બિઝનેસ હબ) ઊભું કરવા વિચારી રહી છે. જોકે, મુંબઈમાં કેટલાક બિઝનેસ હબ અસ્તિત્વ ધરાવે જ છે ત્યારે ગૂંગળામણ અનુભવી રહેલા શહેરમાં વધુ એક કોન્ક્રીટ જંગલ તૈયાર કરવાનો તર્ક શહેર વિકાસનું આયોજન કરતા તજજ્ઞોને ગળે નથી ઉતર્યો. તેમણે વેપાર કેન્દ્રને બદલે ડેરીની જમીન ઉપર વિશ્ર્વ સ્તરનો આલીશાન ગ્રીન પાર્ક (હરિયાળો વિસ્તાર) તૈયાર કરવાનું સૂચન કર્યું છે.
તાજેતરમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથેની એમએમઆરડીએની બોર્ડ મિટિંગમાં વરલી અને કુર્લાની બંધ પડેલી ડેરીની જમીનના વિકાસ માટે એમએમઆરડીએને વિશેષ આયોજક તરીકે નીમવાની દરખાસ્ત મંજૂર થઈ હતી. એ અનુસાર એમએમઆરડીએ દ્વારા વરલીની જમીન ઉપર વેપાર કેન્દ્ર (બિઝનેસ હબ) તરીકે વિકસાવવાની યોજના તૈયાર કરી છે. હવે એ દિશામાં આગળ વધવા અંગે નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે. ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button