થાણેમાં મેટ્રોના થાંભલા સાથે બસ અથડાઇ

થાણે: થાણેમાં મેટ્રો રેલ ક્ધસ્ટ્રકશન સાઇટ પર સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસ થાંભલા સાથે અથડાતાં આઠ લોકો ગંભીર રીતે ઘવાયા હતા, એમ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું.
એમએસઆરટીસીના થાણે ડિવિઝનલ ક્ધટ્રોલર સાગર પાલસુલેએ જણાવ્યું હતું કે ઘોડબંદર રોડ પર ઓવલા ગામ નજીક મંગળવારે વહેલી સવારના 5.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. અંબાજોગાઇથી એસટી બસ બોરીવલી તરફ આવી રહી હતી.
વિરુદ્ધ દિશાથી આવી રહેલી ટ્રક લગભગ બસ સાથે ટકરાવાની તૈયારીમાં હતી ત્યારે અકસ્માત ટાળવા બસચાલકે વળાંક લીધો હતો, જેને કારણે બસ મેટ્રો રેલ ક્ધસ્ટ્રકશન સાઇટ પર થાંભલા સાથે ટકરાઇ હતી.
આ અકસ્માતમાં બસચાલક અને ક્ધડક્ટર સહિત આઠ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, જેમને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : થાણેમાં વેપારી પાસેથી રૂપિયા વસૂલ્યા: ‘સામાજિક કાર્યકર’ સહિત બે પકડાયા
અકસ્માતને કારણે બસના આગળના ભાગને નુકસાન થયું હતું. ટ્રાફિક અને સ્થાનિક પોલીસની ટીમ આ પ્રકરણે તપાસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ