દહીસરમાં મહાનગર ગૅસ પાઈપલાઈનમાં ભંગાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડવાના ઉપરાઉપરી બનાવ બની રહ્યા છે, તે ઓછું હોય તેમ શુક્રવારે દહીસર (પૂર્વ)માં ખોદકામ દરમિયાન મહાનગરની ગૅસ પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું. તેને કારણે શુક્રવારે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ઘરે પાઈપલાઈન દ્વારા મળનારો ગૅસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ દહીસર (પૂર્વ)માં છત્રપતિ શિવાજી મહારાજ રોડ પર આનંદ નગરમાં જરીમરી ગાર્ડન પાસે બપોરના ગૅસની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું. પાલિકાના દ્વારા ડ્રેનેજ લાઈનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામ કરી રહેલા કૉન્ટ્રેક્ટરના માણસો દ્વાર ડ્રેનેજ લાઈન માટે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે જમીનની નીચેથી પસાર થઈ રહેલી ૯૦ મિ.મિ.ની મહાનગર ગૅસની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું.
મહાનગર ગૅસ લિમિટેડ દ્વારા યુદ્ધના ધોરણે ગૅસ પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે તેને કારણે દિવસ દરમિયાન દહીસરના અનેક વિસ્તારોમાં ઘરમાં પાઈપલાઈનથી મળતો ગૅસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મુખ્યત્વે દહીસર (પૂર્વ), છત્રપતિ શિવાજી મહારાજ લિંક રોડ, છત્રપતિ શિવાજી મહારાજ રોડ નંબર ૩ અને પ, આનંદ નગર, શક્તિ નગર અને અવધુત નગરનો સમાવેશ થાય છે.ઉ