આમચી મુંબઈ

બુલેટ ટ્રેનનું કામ પ્રગતિના પથ પર

મુંબઈ: મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેનના પટ્ટાનું બાંધકામ કરી રહેલા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા કરવામાં આવેલી રજૂઆત અનુસાર આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના ૧૦૦ કિલોમીટરના ખીણ ઉપર બાંધવામાં આવેલા પુલ (વાયડક્ટ)નું તેમજ ૨૩૦ કિલોમીટર વિસ્તારમાં પુલના આધાર માટેના થાંભલાનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. રેલ કોર્પોરેશનની આ સિદ્ધિની માહિતી આપતો એક વીડિયો રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર અપલોડ કર્યો હતો. રેલ કોર્પોરેશને આપેલી માહિતી અનુસાર આ વાયડક્ટમાં ગુજરાતની છ નદી પર બાંધવામાં આવેલા પુલનો સમાવેશ થાય છે. (પીટીઆઈ)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button