ભિવંડીમાં વીજળી પડવાથી ઈમારતમાં આગ
ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી સાકીબ ખરાબેના જણાવ્યા મુજબ ભિવંડીના કાલહેરમાં દુર્ગેશ પાર્ક વિસ્તારમાં એક બિલ્ડિંગ પર વહેલીી સવારના લગભગ ૬.૪૫ વાગ્યાની આસપાસવીજળી પડી હતી અને તેને કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આગને કારણે બિલ્ડિંગની પ્લાસ્ટિકની છતને ભારે નુકસાન થયું હતું. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. તો પાલઘરમાં વરસાદ બાદ બાઈક સ્કીડ થવાના અનેક બનાવ નોંધાયા હતા.