આમચી મુંબઈ

BMCની મહત્વની જાહેરાત, આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે આપ્યા 2900 કરોડ રૂપિયા, મુંબઈગરાને મુશ્કેલીમાં થશે રાહત…

મુંબઈ: ગઈકાલે જ ભારતનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું અને હવે આજે એશિયાની સૌથી ધનવાન ગણાતી પાલિકા એટલે કે મુંબઈ મહાનરપાલિકા દ્વારા પણ 2024-2025 માટેનું બજેટ રજૂ કર્યું છે. અગામી દિવસોમાં વાગી રહેલાં ચુંટણીના પડઘમને ધ્યાનમાં રાખીને આ બજેટમાં કેટલીક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે અને એમાં મુંબઈ કોસ્ટલ રોડ માટે પાલિકા દ્વારા પૂરા 2900 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, એવી માહિતી સાધનો દ્વારા આપવામાં આવી છે.

પાલિકાની આ જાહેરાતને કારણે મુંબઈગરાને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે અને તેમનો પ્રવાસ આરામદાયક રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.


પાલિકા દ્વારા બજેટમાં જાહેર કર્યા પ્રમાણે મહાપાલિકાના બજેટમાં બેસ્ટ માટે રૂપિયા 928.65 કરોડના અનુદાનની ગોઠવણ પણ કરવામાં આવી છે. આ સિવાય પાલિકા દ્વારા ગયા વખતે એજ્યુકેશન માટે 3027.13 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી જે આ વર્ષે વધારીને 3167.63 કરોડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.


મુંબઈ કોસ્ટલ રોડની વાત કરીએ તો વર્સોવાથી દહિસર સુધીના તબક્કા માટે પાલિકા દ્વારા 2900 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 2024માં આવી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં લઈને આ જોગવાઈ અને આ પ્રોજેકટ બંને ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે એવી શક્યતા વ્યકત કરાઈ રહી છે.


વર્તમાન સમયમાં મરીન લાઈન્સથી વરલી સુધીનો કોસ્ટલ રોડનો તબક્કો વાહનવ્યવહાર માટે તૈયાર હોઈ ઉદઘાટનની રાહ જોઈ રહ્યો છે. દરમિયાન આ મહત્વાકાંક્ષી પ્રોજેકટના આગામી તબક્કાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.


પશ્ચિમ મુંબઈમાં આવેલા વર્સોવાથી સાઉથ મુંબઈમાં આવેલા દહિંસર સુધીના આ કોસ્ટલ રોડ તૈયાર કરવામાં આવશે. આ રોડ ગોરેગાંવ મુલુંડ લિંક રોડને પણ જોડવામાં આવશે, જેને કારણે પશ્ચિમ ઉપનગરથી ખુબ જ સરળતાથી પૂર્વના ઉપનગરમાં પહોંચી શકાશે. પાલિકા અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર તબક્કાવાર આ કોસ્ટલ રોડ તૈયાર કરવામાં આવશે. જેમાં વર્સોવાથી બાંગુર નગર, બાંગુર નગરથી માઈન્ડ સ્પેસ મલાડ, માઈન્ડ સ્પેસ મલાડથી ચારકોપ નોર્થ ટનલ, ચારકોપથી ગોરાઈ અને ગોરાઈથી દહિંસરનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker