Budget 2026: બજેટના મહત્વને ધ્યાનના રાખીને રવિવારે પર ખુલશે શેરબજાર, ટ્રેડિંગ રાબેતા મુજબ થશે…

મુંબઈ : દેશનું સામાન્ય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રઆરી અને રવિવારના રોજ રજૂ કરશે. તેમજ આ દિવસે રવિવાર હોવા છતા ભારતીય શેરબજાર ચાલુ રહેશે. નાણાકીય વર્ષ 2026 -27 ના બજેટને ધ્યાનમાં રાખીને નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જે જાહેરાત કરી છે કે શેરબજાર ખુલ્લા રહેશે અને ટ્રેડિંગ રાબેતા મુજબ થશે.
ભારતના ઇતિહાસમાં બીજી વખત રવિવારે શેરબજાર ચાલુ રહેશે
બજેટના મહત્વને ધ્યાનમાં રાખીને એનએસઇ અને બીએસઇ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ 1 ફેબ્રુઆરીએ ‘ખાસ લાઇવ ટ્રેડિંગ સત્ર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક્સચેન્જોનું કહેવું છે કે બજારને બજેટમાં મુખ્ય નીતિગત જાહેરાતો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની તક આપવી જોઈએ, તેથી રવિવાર હોવા છતાં બજાર ચાલુ રહેશે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલા ફક્ત એક જ વાર રવિવારે શેરબજારમાં ટ્રેડિંગ થયું હતું. 28 ફેબ્રુઆરી, 1999 ના રોજ જ્યારે અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતા ત્યારે સ્થાનિક શેરબજારમાં રવિવારે પણ ટ્રેડિંગ થયું હતું.
રવિવારે પણ ટ્રેડિંગ સામાન્ય દિવસ જેવું જ રહેશે.
આ ઉપરાંત રોકાણકારોમાં સમય અંગે કોઈ મૂંઝવણ ન થાય તે માટે એક્સચેન્જોએ સ્પષ્ટતા કરી છે. જેમાં રવિવારે પણ ટ્રેડિંગ સામાન્ય દિવસ જેવું જ રહેશે. જેમાં ટ્રેડિંગ સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમજ પ્રી-ઓપન માર્કેટ સવારે 9:00 વાગ્યે શરૂ થશે.
બજારના નિષ્ણાતો માને છે કે બજેટના દિવસે બજાર ખુલ્લું રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાણામંત્રીનું સંબોધન સામાન્ય રીતે સવારે 11 વાગ્યે શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન, રાજકોષીય ખાધ, ટેક્સ સ્લેબ અને ક્ષેત્ર-વિશિષ્ટ જાહેરાતો કરવામાં આવે છે. જેની બજાર પરની અસરો જોવા મળી શકે છે.



