આમચી મુંબઈ

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે મુખ્ય પ્રધાનને પૂછ્યો સવાલ, યુટી કેમ છે? શિંદેએ શું કહ્યું

જળગાંવ: રાજધાની દિલ્હીમાં આ વર્ષની જી-૨૦ કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે ઋષિ સુનકને મળ્યા હતા. તેના પરથી હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ટીકાકારોને જવાબ આપ્યો છે.જળગાંવમાં એક કાર્યક્રમમાં બોલતા, ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેના ફોટાનો ઉલ્લેખ કર્યો, “તેમણે ઋષિ સુનક સાથે ફોટો પાડ્યો, પણ તમે તેમની સાથે શું વાત કરી હતી? એ પણ જણાવો કે કઈ ભાષા બોલાતી હતી અને શું કહેવામાં આવતું હતું. સારું, તમે જાણો છો કે સુનકે શું કહ્યું? કે ફોટો માત્ર દેખાડો કરવા માટે લેવામાં આવ્યો હતો’, એમ કહીને ઉદ્ધવ દ્વારા શિંદેની મજાક ઉડાવવામાં આવી હતી. હવે મુખ્યપ્રધાન શિંદેએ તેનો જવાબ આપ્યો છે.
શિંદેએ જળગાંવમાં સરકારના “શાસન આપ્લ્યા દારી” કાર્યક્રમ દ્વારા ઠાકરે પર નિશાન સાધ્યું હતું.
હું દિલ્હીમાં જી-૨૦ સમિટમાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને મળ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હોવાના નાતે હું તેમને મળીને ખુશ હતો. તેથી, અમે ગર્વ અનુભવીએ છીએ કે અમારો માણસ ત્યાં વડા પ્રધાન છે. તેણે મને મળીને સંતોષ પણ વ્યક્ત કર્યો. જો કે, તે અંગે પણ તેઓએ મારી ટીકા કરવાનું શરૂ કર્યું. તેઓ શું કામ મળ્યા, તેઓ કેવી રીતે મળ્યા, તેઓએ શું કહ્યું?, તેઓ કઈ ભાષામાં બોલ્યા? જેવા પ્રશ્નો પૂછવા લાગ્યા.
શું આ પ્રશ્નોનો કોઈ અર્થ છે?, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જલગાંવમાં એક કાર્યક્રમમાં પૂછ્યું હતું.
હું તેના વિશે વાત કરવાનો ન હતો, પરંતુ હું હવે તે જાણી જોઈને કહેવા જઈ રહ્યો છું કારણ કે તેમણે આ મુદ્દો ઉખેળ્યો છે. ઋષિ સુનકે મને પૂછ્યું, યુટી કેવા છે?, હવે યુટી કોણ છે? એવો સવાલ એકનાથ શિંદેએ હાજર લોકોને પૂછ્યો હતો. તેના પર કેટલાકે જવાબ આપતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું. જે બાદ મુખ્યપ્રધાન શિંદેએ જવાબ આપતાં આ રહસ્યનો પર્દાફાશ કર્યો હતો. મેં ઋષિ સુનકને કહ્યું, કેમ? તેની ઉપર, સુનકે કહ્યું, તેઓ દર વર્ષે લંડન આવે છે, વિશાળ મિલકતો બનાવે છે.

એકનાથ શિંદેએ ઋષિ સુનકને ટાંકીને જવાબ આપ્યો કે તેઓ ઠંડી હવા ખાય છે, મારી પાસે તેમના વિશે ઘણું બધું છે, એકવાર તેઓ લંડન આવશો ત્યારે હું તમને બધું વિગતે કહીશ. આનાથી વધુ અમને બોલવાની ફરજ ન પાડો, નહીં તો પાટણકર કાઢો પીવાનો સમય આવી જશે, એમ મુખ્યમંત્રી શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના ચેતવણી આપી હતી.

સંજય રાઉતનો એકનાથ શિંદેને વળતો જવાબ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જી-૨૦ પરિષદ સમયે ઈન્ગ્લેન્ડના વડા પ્રધાન ઋષિ સુનક સાથે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરીને શિવસેનાના ઠાકરે જૂથના ઉદ્ધવ ઠાકરેની સંપત્તિ બાબતે ખુલાસો કર્યો હતો. આના પર હવે ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે તેમને વળતો જવાબ આપ્યો છે. આટલું જ નહીં એક બિલ્ડરનો ઉલ્લેખ કરીને એકનાથ શિંદે પર વળતો સવાલ કર્યો હતો. સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘મને એ વિષયે ખબર નથી, પણ ઉદ્ધવ ઠાકરેના લંડનમાં કથિત ઘરની ચાવી અજય અશ્રફ નામના બિલ્ડર પાસે હશે. આવા પ્રકારનું બોલીને તેમના પર પચાસ ખોખાંનો આરોપ ધોવાઈ જશે નહીં, એ ધ્યાનમાં રાખજો.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…