મુંબઇઃ અત્રેના પશ્ચિમના પરા બોરિવલીથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. બોરિવલી અને કાંદિવલી વેસ્ટની વચ્ચે આવેલા મંતન પાડા, સાંઇબાબા નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે.
મળતી માહિતી મુજબ સાંઇબાબા નગરપાસે આવેલી આઠ માળી વીણા સંતૂર બિલ્ડિંગના પહેલા માળે આગ લાગી છે. BMC, મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ આગ પર કાબૂ મેળવવા માટે સ્થળ પર હાજર થઇ ગયા છે. જોકે, હજી પણ આગ ભભૂકી રહી છે. જ્વાળાઓ એટલી પ્રબળ છે કે નજીકના માળ પર રહેતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ લગભગ સોમવારે બપોરે 12:30 આસપાસ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આગમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે. જો કે, આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પણ સ્થાનિકોનું કહેવું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લા