આમચી મુંબઈ

બોરીવલીમાં મહિલાની હત્યા કરી ફરાર થયેલો બૉયફ્રેન્ડ હૈદરાબાદમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલીમાં શંકાને પગલે લોખંડનો સળિયો માથા પર ફટકારી મહિલાની હત્યા કરી ફરાર થઈ ગયેલા બૉયફ્રેન્ડને પોલીસે હૈદરાબાદમાં પકડી પાડ્યો હતો.

એમએચબી કોલોની પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રાજીવકુમાર ગણોર સાહ (23) તરીકે થઈ હતી. બોરીવલી પશ્ર્ચિમમાં ન્યૂ લિંક રોડ પરના ગણપત પાટીલ નગર ખાતે રહેતા આરોપીને એ જ પરિસરમાં રહેતી પરિણીત મહિલા ચુનિયાદેવી (32) સાથે અફૅર હતું.

આ પણ વાંચો : પ્રવાસીઓની મારપીટઃ બોરીવલીમાં ટીસી સામે પોલીસ પ્રશાસને નોંધ્યો ગુનો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાનો પતિ વતનમાં રહે છે અને તે પતિથી અલગ પુત્રી સાથે રહેતી હતી. આરોપીને શંકા હતી કે મહિલાને અન્ય યુવક સાથે મિત્રતા છે. શંકાને પગલે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
મહિલાની મારપીટ કરી માથા પર લોખંડનો સળિયો ફટકારી આરોપી ફરાર થઈ ગયો હતો. ગંભીર હાલતમાં કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાયેલી મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ પ્રકરણે મહિલાના ભાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે આરોપીના મિત્રને શોધી કાઢ્યો હતો. તેણે આપેલી માહિતી પરથી આરોપીના મોબાઈલ નંબરને ટ્રેસ કરવામાં આવ્યો હતો. આરોપી હૈદરાબાદમાં હોવાનું જાણવા મળતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. હૈદરાબાદના ઈન્ડસ્ટ્રિયલ પરિસર કોમપલ્લીમાંથી આરોપીને તાબામાં લઈ પોલીસની ટીમ મુંબઈ આવી હતી

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker