આમચી મુંબઈટોપ ન્યૂઝ

બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

શંકાની સોય ગુરપતવંત સિંહ પન્નુ તરફ

મુંબઇઃ 12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં અનેક સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. હવે ફરી એક વાર 12 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. તાજેતરમાં એક અજાણ્યા વ્યક્તિ તરફથી મુંબઈના ઘણા વરિષ્ઠ અધિકારીઓને ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં અધિકારીઓને ધમકી આપવામાં આવી હતી કે મુંબઇના અત્યંત સંવેદનશીલ સ્થળો પર વિસ્ફોટ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો, આ ધમકીભર્યા મેલમાં આરોપીએ 12 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEમાં બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે 12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં અનેક સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તે જ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ખાલિસ્તાનવાદી વ્યક્તિ તરફથી આ ધમકી આપવામાં આવી છે. જ્યારે પણ ખાલિસ્તાન ચળવળની વાત થાય છે ત્યારે હંમેશા એક વ્યક્તિનું નામ આવે છે – ગુરપતવંત સિંહ પન્નુ. ગુરપતવંત સિંહ પન્નુએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.


થોડા મહિના પહેલા ખાલિસ્તાની મુવમેન્ટના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ ઘણા લોકોને રેકોર્ડેડ વોઈસ કોલ કર્યા હતા. આ વૉઇસ કૉલમાં પન્નુએ કહ્યું, ‘હું શીખ ફોર જસ્ટિસનો જનરલ કાઉન્સેલ છું. તમે લોકો ભારતીય શેરબજારમાંથી તમારા પૈસા ઉપાડી લો અને તે પૈસા યુકે અને યુએસ માર્કેટમાં રોકાણ કરો. તેનાથી ભારતીય શેરબજાર નબળું પડી શકે છે જે ભારતની કરોડરજ્જુ છે.


સૂત્રોનું કહેવું છે કે પન્નુએ વધુમાં કહ્યું કે 12 માર્ચ સુધીમાં ભારતીય બજારની કમર તૂટી શકે છે. આવી સ્થિતિમાં હવે શંકાની સોય પન્નુ તરફ જઈ રહી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે ઈમેલ પન્નુનું કામ હોઈ શકે છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે આ ઈમેલ પ્રોટોન ઈમેલનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હતો. પ્રોટોન ઈમેલના સર્વર વિદેશમાં સ્થિત છે. તેમની પાસેથી આ ઈમેલ મોકલનાર વિશેની માહિતી માગવામાં આવી છે.

એમ જાણવા મળ્યું છે કે પ્રોટોન ઇમેઇલ ચલાવતી કંપની ગુપ્તતાને ટાંકીને કોઈપણ માહિતી શેર કરતી નથી. જો કે, તપાસ એજન્સીઓએ ઈમેલમાં જણાવેલ દરેક જગ્યાને સેનિટાઈઝ કરી દીધી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…