આમચી મુંબઈ

હાઈ કોર્ટનું મોટું પગલુંઃ મહારાષ્ટ્ર – ગોવામાં ‘વીડિયો કોન્ફરન્સિંગ’ સુનાવણીના નિયમો બદલ્યા…

મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટે રાજ્યની અદાલતો અને ટ્રિબ્યુનલ્સની ન્યાયિક કાર્યવાહીને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મહારાષ્ટ્રમાં અદાલતી સુનાવણી માટે વીડિયો કોન્ફરન્સિંગ (વીસી)ના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમો ઓનલાઇન સુનાવણીની સુરક્ષા અને પ્રામાણિકતાની ખાતરી કરશે. સાથે જ અદાલતો ટેક્નોલોજી સાથે તાલમેલ વધારશે. નવા નિયમો હેઠળ વીસી હેઠળ થનારી તમામ સુનાવણીને સત્તાવાર ‘ન્યાયિક કાર્યવાહી’ તરીકે ગણવામાં આવશે.

આ પણ વાંચો : મંત્રાલયથી વિધાનભવનના સબ-વે નિર્માણનું ૨૫ ટકા કામકાજ પૂર્ણ, કોને થશે ફાયદો?

નવા નિયમો ‘કોર્ટ 2022ના વીસી માટે બોમ્બે હાઈ કોર્ટના નિયમ’ શીર્ષક તરીકે ઓળખાશે. આ નિયમ મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં આજથી 2024થી અમલમાં આવ્યા છે.

ઉપરોક્ત નિયમો રાજ્યની તમામ ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ઔદ્યોગિક કોર્ટ, કો-ઓપરેટિવ કોર્ટ, મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ અને સ્કૂલ ટ્રિબ્યુનલમાં લાગુ પડશે. નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અદાલતની બહારથી સુનાવણી દરમિયાન સુરક્ષા જાળવવા માટે ન્યાયિક કાર્યવાહીની અનધિકૃત રેકોર્ડિંગ પૂર્ણતયા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નિયમો અનુસાર ઓનલાઇન સુનાવણીમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ ઇમેઇલ દ્વારા સરકાર દ્વારા જારી કરાયેલું માન્ય પ્રમાણપત્ર અદાલતમાં રજૂ કરવું પડશે. આવા દસ્તાવેજો નહીં હોય તો તેમણે અંગત વિગતો આપવાની રહેશે. અદાલતે આ માટે એક ફોર્મેટ નક્કી કર્યું છે. વીસીની સુચારુ સુનાવણી માટે કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવશે, જે ટેકનિકલ પાસાઓ અને ટેકનિકલ સિસ્ટમની દેખરેખ માટે જવાબદાર રહેશે.

આ પણ વાંચો : GOOD NEWS: નવી મુંબઈ એરપોર્ટ પર સૌપ્રથમ કમર્શિયલ પ્લેનનું પહેલું ઉતરાણ, જાણો ક્યારે થઈ શકે ઉદ્ધાટન?

ઓનલાઇન સુનાવણીમાં ભાગ લેનારાઓને સ્થિર ઇન્ટરનેટ કનેક્શનવાળા ડેસ્કટોપ અથવા લેપટોપનો ઉપયોગ કરવો જરૂરી રહેશે. સહભાગીઓ ઓનલાઇન સુનાવણીના ઓછામાં ઓછી 30 મિનિટ પહેલાં ઓનલાઇન સુનાવણી માટે તૈયાર રહેવું પડશે અને તેમની પાસે કોઈ રેકોર્ડિંગ ડિવાઇસ નથી એની ખાતરી કરવાની જવાબદારી સંયોજકની રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button