કુણાલ કામરાની ઘરપકડ નહીં થાય; બોમ્બે હાઈકોર્ટે આપી રાહત આપી

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું અપમાન કરવાના કેસમાં બોમ્બે હાઈકોર્ટે કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત આપી છે. બોમ્બે હાઈકોર્ટે કુણાલ કામરાની ધરપકડ પર રોક (Bombay high court relief to Kamra) લગાવી છે. બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી તેની સામે નોંધાયેલા કેસમાં ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી તેની ધરપકડ કરવામાં ન આવે. જોકે, હાઈકોર્ટે ખાર પોલીસમાં નોંધાયેલા કેસને રદ કરવાનો ઇનકાર કરી દીધો છે.
કુણાલ કામરાએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં એવી પણ માંગ કરી હતી કે મુંબઈમાં તેના જીવને જોખમ હોવાથી તેનું નિવેદન ચેન્નઈમાં જ નોંધવામાં આવે. હાઈકોર્ટે આ અરજી સ્વીકારી અને ખાર પોલીસને ચેન્નઈ પોલીસની મદદથી કુણાલ કામરાનું નિવેદન નોંધવાનો નિર્દેશ આપ્યો.
ધરપકડ પર રોક:
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ સારંગ કોટવાલ અને જસ્ટિસ એમ.એસ.ની બેન્ચે કહ્યું કે જ્યાં અરજી પર અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તેની ધરપકડ ન કરવામાં આવે. આ દરમિયાન તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે, તો નીચલી અદાલતને તેના પર કોઈ કાર્યવાહી શરૂ ન કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
આપણ વાંચો: દેરાસર ડિમોલીશન કરનારા સામે ગુનો નોંધો
શું છે મામલો?
એક સ્ટેન્ડ-અપ શો દરમિયાન, કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું નામ લીધા વિના એક પેરોડી ગીત ગયું હતું. આ ગીત તેણે એકનાથ શિંદેને કથિત રીતે ‘ગદ્દાર’ કહ્યા હતાં, આ શોની વિડીયો કલીપ વાયરલ થતાં, ભારે હોબાળો મચી ગયો. શિવસેનાના એક જૂથે મુંબઈમાં હેબિટેટ સ્ટુડિયોમાં પણ તોડફોડ કરી હતી, જ્યાં આ શો યોજાયો હતો. આ હોબાળા બાદ, ખાર પોલીસે કુણાલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.