આમચી મુંબઈનેશનલ

Bombay High courtએ DUના પૂર્વ પ્રોફેસર G N Saibabaને નિર્દોષ જાહેર કર્યા, આજીવન કેદની સજા રદ

Mumbai: બોમ્બે હાઈ કોર્ટે દિલ્હી યુનિવર્સિટી(Delhi University)ના પૂર્વ પ્રોફેસર જી.એન. સાઈબાબાને નિર્દોષ જાહેર કર્યા છે. આ સાથે બોમ્બે હાઈકોર્ટે માઓવાદી સાથે તેમના કનેક્શન કેસમાં તેમને થયેલી આજીવન કેદની સજાને પણ રદ કરી દીધી છે. હાઈ કોર્ટે ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) જોગવાઈઓ હેઠળ આરોપી પર કાર્યવાહી કરવાની મંજૂરીને પણ રદ કરી દીધી છે. દિવ્યાંગ પ્રોફેસર સાંઈબાબા હાલ નાગપુર સેન્ટ્રલ જેલમાં છે.

હાઈ કોર્ટના ન્યાયાધીશ વિનય જોશી અને વાલ્મિકી એસએ મેનેઝીસની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે તેણે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવે છે કારણ કે ફરિયાદ પક્ષ શંકા ઉપરાંત આગળનો કેસ સાબિત કરી શક્યું નથી.
અગાઉ હાઈ કોર્ટે 14 ઓક્ટોબર, 2022 ના રોજ દિવ્યાંગ પ્રોફેસર સાઈબાબાને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો હતો અને ફરી સુનાવણી માટે કેસને પરત હાઈ કોર્ટને મોકલી દીધો હતો.

વર્ષ 2013માં મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વોચ બાદ આરોપી મહેશ તિર્કી, પી. નરોટે અને હેમ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. 2 સપ્ટેમ્બર, 2013 ના રોજ, પોલીસે વધુ બે આરોપી – વિજય તિર્કી અને પ્રશાંત સાંગલીકરની ધરપકડ કરી હતી. આરોપી મિશ્રા અને સાંગલીકરની પૂછપરછ બાદ મે, 2014 ના રોજ, સાંઈબાબાની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. 21 ફેબ્રુઆરી 2015ના રોજ સેશન્સ કોર્ટે તમામ છ આરોપીઓ સામે આરોપો નક્કી કર્યા હતા, આરોપીઓએ ગુનો કબૂલ્યો ન હતો. 3 માર્ચ, 2017ના રોજ, ગઢચિરોલી સેશન્સ કોર્ટે સાઈબાબા અને અન્ય પાંચને UAPA અને ભારતીય દંડ સંહિતા હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

વર્ષ 2022માં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે સાઈબાબા અને અન્ય પાંચ દોષિતોને નિર્દોષ જાહેર કર્યા હતા. જે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button