ઘણા સમય પછી ઠાકરે જૂથ માટે રાહતના સમાચારઃ તેમના આ સાંસદ વિરુદ્ધની અરજી કોર્ટે ફગાવી

મુંબઇઃ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઈશાન મુંબઈના સાંસદ સંજય દીના પાટીલ વિરુદ્ધ તેમના ચૂંટણી ફોર્મ મામલે થયેલી સમીક્ષા અરજીને હાઈકોર્ટે ફગાવી દેતા શિવસેના ઠાકરે જૂથને મોટી રાહત થઇ છે. કોર્ટે અગાઉ 26 નવેમ્બર 2024ના રોજ આ અંગેની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તે સમયે જણાવ્યું હતું કે અરજકર્તા ચૂંટણી લડતા તમામ પ્રતિનિધિના નામ પ્રતિવાદી તરીકે આપવામાં નિષ્ફળ રહ્યા હતા જે જનપ્રતિનિધિત્વ નિયમ હેઠળ ફરજિયાત છે.
સંજય પાટીલે પોતાના નોમિનેશન ફોર્મમાં માતા-પિતા બન્નેનું નામ લખ્યું નથી, જે ફરજિયાત છે, તેવી દલીલ સાથે થોરાતે અરજી કરી હતી. મુંબઇ ઉત્તર પૂર્વ મતવિસ્તારમાં સંજય દિના પાટિલની સાથે શાહજી થોરાત પણ ચૂંટણીમાં ઊભા હતા. તેમણે શરૂઆતમાં અરજીમાં ચૂંટણી પંચ અને સંજય પાટિલને પ્રતિવાદી બનાવ્યા હતા. ત્આર બાદ થોરાતે અન્ય ઉમેદવારોને પ્રતિવાદી બનાવવા માટે અરજીમાં સુધારો કરવાની પરવાનગી માગી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ઉમેદવારોને હવે પ્રતિવાદી ના બનાવી શકાય.
Also read: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા સાથી પક્ષે ભાજપનું વધાર્યું, ટેન્શન, કરી 100 સીટોની માંગણી
વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં શિવેસના (યુબીટી)ના ઉમેદવાર સંજય દીના પાટીલ ભાજપના ઉમેદવાર મહિર કોટેચાને હરાવી સાંસદ બન્યા હતા. 2024ની ચૂંટણીમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષોએ ખૂબ જ સારો દેખાવ કરતા 48માંથી 30 બેઠક પોતાને નામ કરી હતી, પરંતુ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હવે સૌની નજર મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર છે.