ટિકિટોના કાળાબજારને રોકવા માર્ગદર્શિકા માંગતી પીઆઈએલને બોમ્બે હાઈ કોર્ટે ફગાવી…
મુંબઈઃ નવી મુંબઈમાં આ મહિને યોજાનારા બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેના કોન્સર્ટ માટે ટિકિટ વેચાણ પ્રક્રિયામાં કથિત ગેરરીતિની પૃષ્ઠભૂમિમાં મોટી ઈવેન્ટ્સમાં ટિકિટોના કાળાબજારને રોકવા માટેની માર્ગદર્શિકાની માગણી કરતી અરજીને મુંબઈ હાઈ કોર્ટે આજે ફગાવી હતી.
આ પણ વાંચો : થાણેના ઉપવન તળાવ પાસે વિઠ્ઠલની પ્રતિમા સ્થાપિત કરાશે: સરનાઈક
ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે પિટિશનમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ કાયદાકીય છે, અને તેથી, કોર્ટ તેમાં દખલ કરી શકે નહીં. ખંડપીઠે જણાવ્યું હતું કે અરજીમાં માંગવામાં આવેલી રાહતોને ફરજિયાત કરવા માટે વૈધાનિક સ્પષ્ટતા નથી, તે કાયદાને ઘડવામાં અથવા કાયદામાં ચોક્કસ રીતે સુધારો કરવા માટે નિર્દેશિત કરી શકતી નથી.
અરજદાર, એડવોકેટ અમિત વ્યાસે દાવો કર્યો હતો કે આઇપીએલ મેચો, ૨૦૨૩માં ક્રિકેટ વર્લ્ડ કપ મેચો અને ગાયક ટેલર સ્વિફ્ટ અને દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન આવા ગેરકાયદેસર માધ્યમો પ્રચલિત હતા. વ્યાસે અરજીમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઓનલાઈન પ્લેટફોર્મ બુકમાયશો પર કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ માટે આવી અનિયમિતતા અને ગેરકાયદેસરતા જોવા મળી હતી.
આ અરજીમાં આવી મોટી ઈવેન્ટ્સ માટે ઓનલાઈન ટિકિટના કાળાબજારને રોકવા માટે કડક માર્ગદર્શિકા જારી કરવા કોર્ટને માંગ કરવામાં આવી હતી. ગયા વર્ષે પણ વ્યાસે આ અંગે શહેર પોલીસની આર્થિક ગુના શાખામાં ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : ફાયર સેફટીનુંં નિયમોનો ભંગ કર્યો તો દંડની રકમ પ્રોપર્ટી ટેક્સ સાથે વસૂલાશે
અરજદારે આરોપ લગાવ્યો હતો કે આયોજકો અને ટિકિટિંગ પાર્ટનર્સ સેકન્ડરી વેબસાઈટ પર ટિકિટોની વધુ કિંમત લગાડીને ચાહકોનું શોષણ કરે છે. વકીલે કહ્યું કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ લોકોને જાહેર મનોરંજનની સમાન તક મેળવવાના તેમના મૂળભૂત અધિકારથી વંચિત રાખે છે.
(પીટીઆઈ)