આમચી મુંબઈ

હાઈકોર્ટે પુણેમાં ‘Burger King’ના નામનો ઉપયોગ કરવા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો

મુંબઈ: બોમ્બે હાઇકોર્ટે સોમવારે વચગાળાના આદેશમાં પુણે સ્થિત એક ખાણીપીણીને ‘બર્ગર કિંગ’ નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકાની કંપની બર્ગર કિંગ કોર્પોરેશન દ્વારા ટ્રેડમાર્ક ઉલ્લંઘનની અરજીની સુનાવણી અને નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી આ પ્રતિબંધ રહેશે. કંપનીએ ઓગસ્ટમાં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી પુણેની અદાલતે આપેલા આદેશને પડકાર્યો હતો. એ આદેશમાં અમેરિકન નામ વાપરનાર ખાણીપીણીની દુકાન સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો આરોપ કરતા દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો.

બર્ગર કિંગ કોર્પોરેશને પણ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી પુણેના ખાણીપીણીના માલિકો – અનાહિતા ઇરાની અને શાપુર ઇરાની – સામે ‘Burger King’ નામનો ઉપયોગ કરવાથી ‘બર્ગર કિંગ’ નામનો ઉપયોગ કરવા સામે વચગાળાના મનાઈ હુકમની માંગ કરવામાં આવી હતી. ન્યાયમૂર્તિ એ એસ ચાંદુરકર અને ન્યાયમૂર્તિ રાજેશ પાટીલની ખંડપીઠે સોમવારે વચગાળાની અરજી પર પોતાનો આદેશ આપતી વખતે કહ્યું હતું કે ‘કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી થવી જરૂરી છે અને સમગ્ર પુરાવાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.ત્યાં સુધી વચગાળાનો આદેશ (પુણે સ્થિત ખાણીપીણીને બર્ગર કિંગ નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ) અમલમાં રહે એ જરૂરી છે.’


Also read: નાંદેડ મુદ્દે બોમ્બે હાઇકોર્ટે શિંદે સરકાર પાસે માંગ્યો રિપોર્ટ


ખંડપીઠે અપીલની સુનાવણી ઝડપી બનાવી હતી અને અપીલકર્તા (બર્ગર કિંગ) અને પ્રતિવાદી (પુણે સ્થિત ખાણીપીણી) બંનેને અપીલનો નિકાલ ન આવે ત્યાં સુધી છેલ્લા 10 વર્ષના તેમના નાણાકીય વ્યવહારના રેકોર્ડ અને ટેક્સ દસ્તાવેજો જાળવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. (PTI)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button