આમચી મુંબઈમહારાષ્ટ્ર

યહુદીઓના ધર્મ સ્થળમાં બૉમ્બની ધમકી, તપાસ હાથ ધરાઈ

થાણેઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વતન થાણેમાં સિનેગોગ ચોક પાસે આવેલા યહૂદી ધર્મસ્થળમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાના સમાચાર છે. માહિતી મળતાની સાથે જ આ ધર્મસ્થળની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ યહૂદી ધર્મસ્થળ પર પહોંચી ગઈ છે. ત્યાં શોધ કાર્ય ચાલી રહ્યું છે. થાણે પોલીસે આસપાસના રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરી દીધા છે. વહીવટી તંત્રને એક ઇમેઇલ મળ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે યહુદી ધર્મસ્થળમાં બૉમ્બ રાખવામાં આવ્યો છે.

એલર્ટ મળ્યા બાદ થાણે પોલીસે બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની એક ટીમને ઘટના સ્થળે મોકલી આપી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસ આ મામલે હાલમાં તપાસ કરી રહી છે. પોલીસને હજી સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી. રસ્તા પર બંને બાજુની દુકાનોને કામચલાઉ રીતે હાલમાં બંધ કરી દેવામાં આવી છે.
સાવચેતીના વિસ્તાર તરીકે પોલીસે આસપાસના વિસ્તારમાં વધુ સુરક્ષા તૈનાત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button