આ અભિનેત્રી પર તોળાઈ રહી છે ધરપકડની તલવાર… | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમનોરંજન

આ અભિનેત્રી પર તોળાઈ રહી છે ધરપકડની તલવાર…

હેડિંગ વાંચીને ચોંકી ગયા ને કે ભાઈ અહીંયા કઈ અભિનેત્રીની વાત થઈ રહી છે તો તમારી આ ઉત્સુકતાનો અંત આણી દઈએ અને એ અભિનેત્રીનું નામ જણાવી દઈએ. આ એક્ટ્રેસ છે કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે ઓળખાતી રાખી સાવંત. જી હા, કોઈ પણ ક્ષણે રાખી સાવંતની ધરપકડ થઈ શકે છે અને તેની ધરપકડ થવાનું કારણ હશે તેનો પતિ આદિલ ખાન દુર્રાની.

આદિલ ખાનની ફરિયાદ બાદ હવે કોઈ પણ ક્ષણે રાખી સાવંતની ધરપકડ થઈ શકે છે. રાખી સાવંતે પર્સનલ અને વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી હોવાનો આક્ષેપ આદિલ દ્વારા કરવામાં આવ્યો છે. આ સિવાય આ વીડિયો રાખીએ કેટલીક મીડિયા તેનલ્સને આપ્યો છે એવો દાવો પણ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.


દિંડોશી કોર્ટના અતિરિક્ત સક્ષ ન્યાયાધીશ શ્રીકાંત ભોંસલે દ્વારા રાખીની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. કથિત રીતે પ્રસારિત કરવામાં આવેલો વીડિયો અશ્લીલ નહીં પણ વાંધાજનક છે એટલે આ પ્રકારણના તથ્ય, આક્ષેપ અને પરિસ્થિતિનો વિચાર કરીને રાખીને આગોતરા જામીન આપવાનું યોગ્ય નહીં ગણાય એવું કારણ આપીને કોર્ટે જામીનની અરજી ફગાવી દીધી હતી.


આદિલે રાખીએ બદનામીના હેતુથી અમારી પર્સનલ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હોવાનો દાવો કરીને પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાની હતી. આદિલે રાખી વિરુદ્ધ અનેક કલમો દાખલ કરીને ગુનો નોંધાવ્યો છે જેમાં કલમ 500 (માનહાનિ) કલમ 67A (ઈલેક્ટ્રેનિક ફોર્મમાં જાતીય સતામણી કરતી સામગ્રી પ્રસારિત કરવી) અંતર્ગત એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.


આ પ્રકરણે ગુનો નોંધાયા બાદ રાખીએ કોર્ટમાં આગોતરી જામીન માટે અરજી કરી હતી, પણ તેની આ અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાખીએ આદિલ ખાન દુર્રાની સાથે કથિત રીતે લગ્ન કર્યા હતા અને બંનેના આ લગ્ન ખૂબ લાંબો સમય સુધી ટકી શક્યા નહોતા અને આખરે બંને છુટ્ટા પડી ગયા. પરંતુ ત્યારથી જ બંને વચ્ચે કંઈને કંઈ મુદ્દે વિવાદ ચાલતો જ રહ્યો છે.

સંબંધિત લેખો

Back to top button