રણવીર-દિપીકા બાદ હવે કોફી વિથ કરણમાં બોબી દેઓલના આ શબ્દો ઉભો કરશે વિવાદ? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમનોરંજન

રણવીર-દિપીકા બાદ હવે કોફી વિથ કરણમાં બોબી દેઓલના આ શબ્દો ઉભો કરશે વિવાદ?

કોફી વિથ કરણમાં રણવીર-દિપીકા બાદ હવે દેઓલ બ્રધર્સની એન્ટ્રી થવાની છે. કોફી વિથ કરણની સીઝન-8ના બીજા એપિસોડમાં સની દેઓલ અને બોબી દેઓલ પોતાની અંગત જીંદગીના અનેક રહસ્યો ખોલતા જોવા મળશે.
બોબી દેઓલે કરણે પૂછેલા એક સવાલના જવાબમાં તેની કારકિર્દીના ખરાબ તબક્કા વિશે વાત કરતા કહ્યું હતું કે જ્યારે તેને બોલીવુડમાંથી કામ મળતું બંધ થઇ ગયું હતું ત્યારે તે દારૂના રવાડે ચડી ગયો હતો.


“મેં હાર માની લીધી હતી, મને મારી જાત પર દયા આવતી હતી, હું પોતાની જાતને કોસતો અને પૂછતો હતો કે શા માટે મને કામ નથી મળી રહ્યું? હું સારો છું તો ય લોકો શા માટે મને ફિલ્મમાં નથી લઇ રહ્યા? હું દરેક વસ્તુને લઇને નેગેટિવ થઇ ગયો હતો. મારી અંદરથી કંઇપણ પોઝિટિવ નીકળી રહ્યું ન હતું. હું ઘરે બેસી રહેતો હતો અને મારી પત્ની કામ કરતી હતી.” તેવું બોબી દેઓલે જણાવ્યું હતું.


બોબીએ કહ્યું કે તેના પુત્રની વાતોને કારણે તેનું જીવન બદલાયું હતું. બોબીએ કહ્યુ, “મારા દીકરાએ એક દિવસ પૂછ્યું કે મમ્મી તું દરરોજ કામ પર જાય છે તો પપ્પા કેમ નથી જતા? આ સાંભળીને મને ઘણું દુ:ખ થયું. મેં વિચાર્યું કે બસ હવે હું વધારે આ ન કરી શકું. મને મારી માનસિક સ્થિતિ સુધારવામાં સમય લાગ્યો કેમકે એ રાતોરાત થઇ શકે એમ નહોતું.”


બોબીએ કરણને જણાવ્યું હતું કે તેના નબળા સમયમાં તેના પરિવારજનો તેની સાથે હતા પરંતુ તમે કાયમ કોઇનો હાથ પકડીને ન ચાલી શકો. તમારે તમારા પોતાના પગ પર ઉભા થવું જ પડે, તેમ બોબી દેઓલે કહ્યું.
બોબી દેઓલ હવે રણબીર કપૂરની સાથે ‘એનિમલ’ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે.

સંબંધિત લેખો

Back to top button